તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવ્યું, આજે નવા માત્ર પાંચ કેસ નોંધાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સમગ્ર જિલ્લામાં 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં સાત હજારથી વધું લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 10 હજાર 354 કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 10 હજાર 189 રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે આજે વધુ 05 કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા 117એ પહોંચી છે. આજે નોંધાયેલા 05 કેસોમાં નડિયાદમાંથી 03, કઠલાલ અને વસોમાંથી 01-01 મળી આવ્યા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 631 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ એક લાખ 38 હજાર 212 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં એક લાખ 27 હજાર 227 લોકોના નેગેટિવ અને 10 હજાર 354 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 631 લોકોના રિઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં સાત હજાર 694 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલ રસીકરણમાં ત્રણ હજાર 213 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં 06 લાખ 07 હજાર 591 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...