રેઈડ:ખેડા જિલ્લામાં સ્ટેટ વિજિલન્સ ટીમ મહિનામાં ત્રણ વાર ત્રાટકી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ

ખેડા જિલ્લામાં સ્ટેટ વિજિલન્સ ટીમે ખેડા જિલ્લાના બે તાલુકામાં રેઈડ કરી છે. 2 વખત મહેમદાવાદમાં અને 1 વખત કઠલાલમાં.

મહેમવાદમાં સ્ટેટ વિજિલન્સ ટીમે બે દિવસ અગાઉ કનીજ ગામના જેરવા પાસે ખેતરમાં રેઈડ કરી હતી. જ્યાં ઓરડીમાંથી 3.57 લાખના દારૂની સાથે કુલ 5.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેમજ 6 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે 12 ઓક્ટોબરની રાતે હલદરવાસ ગામની સીમમાં જુગારના અડ્ડા પર રેઈડ કરી હતી. ત્યાં 8 ને જુગાર રમતા ઝડપી પાડ્યાં હતા. જેમની પાસેથી 1.10 લાખની રોકડ સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, બે-બે વખત મહેમદાવાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જેના કારણે રહીશોમાં પણ પોલીસ કામગીરીને લઈ અનેક તર્ક-વિતર્ક ચર્ચાઈ રહ્યાં છે.

કઠલાલમાં તો વળી, સ્ટેટ વિજિલન્સ ટીમની ઓચિંતી રેઈડના કારણે કઠલાલના PSI ડી.સી.રાઓલને સસ્પેન્ડ કરી દેવાયા છે. 3 ઓક્ટબરે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કઠલાલના ઈન્દિરાનગર તળાવ ફળિયામાં રેઈડ કરી હતી. જ્યાં યાસીનમીયા ઉર્ફે મોન્ટુ સહિત કેટલાંક લોકોને રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતાં ઝડપી પાડ્યાં હતા. સાથે જ કુલ 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ રીતે કઠલાલ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતાં દારૂના અડ્ડાને સ્ટેટ વિજિલન્સ ટીમે ખુલ્લો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...