તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નોંધાયા ફક્ત 24 કેસ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 310 પર પહોંચી
  • આજે 5148 લોકોનું રસીકરણ કરવામા આવ્યું

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 24 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10183 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદ 14, મહેમદાવાદ 5, કઠલાલ 3 અને ખેડા 2 મળી કુલ 24 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 1034 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 126282 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 114817 લોકોના નેગેટિવ અને 10183લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 1282 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 40 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 5,148 લોકોને રસી અપાઈ છે. આજ દિન સુધીમાં 5,08074 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 65, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 3, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 50, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 8, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 5, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 20, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 7, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 8, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 3, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 2 દર્દી સારવાર હેઠળ છે.

તો સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 0, સારવાર આરોગ્ય કેન્દ્ર હલધરવાસમાં દાખલ દર્દી 5, સારવાર આરોગ્ય કેન્દ્ર આખડોલમાં દાખલ દર્દી 1, સારવાર આરોગ્ય કેન્દ્ર લસુન્દ્રાંમાં દાખલ દર્દી 0, સી. જી. જનરલ હોસ્પિટલ ઉત્તરસંડામાં દાખલ દર્દી 1, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 11, સી. સી. સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 6, સી. સી. સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 16, સી.સી.સી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 0, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 4, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 16 અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 16, હોમ આઇસોલેશન 66 દર્દીઓ મળી કુલ 310 એક્ટીવ કેસો છે. આ વચ્ચે આજે 49 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...