ખુશી:ખેડા જિલ્લામાં ધો. 12 સાયન્સની માર્કશીટનું વિતરણ કરાયું

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધો. 12 સાયન્સનું અગાઉ પરિણામ જાહેર થયા બાદ ગુરૂવારે માર્કશીટોનું વિતરણ કરાયું હતું. જેમાં નડિયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, ડાકોર, ઠાસરા તથા સેવાલિયા સહિત અન્ય સ્થળોએ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્કશીટ લેવા ઉમટ્યા હતા. માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે રીતે શાળાના સેન્ટરો પરથી માર્કશીટ મળતા વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લાના વિદ્યાર્થીઓએ વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની તૈયારી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...