ખેડા જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્રએ તમામ પ્રકારની કામગીરી આરંભી છે. ત્યારે જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે એસ. ટી. બસો દોડાવવા માટે પણ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં મળી અંદાજે 119 રૂટ માટે 107 બસો ચૂંટણીના 2 દિવસ સુધી દોડાવાશે. જિલ્લાની 415 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 1465 ઉમેદવારો સરપંચ પદ માટે અને સભ્ય માટે 5311 લોકોએ ઝંપલાવ્યું છે.
આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આથી ચૂંટણી મતદાનના મશીનો, સ્ટાફ સહિ તના માટે એસ. ટી. બસની વ્યવસ્થા કરવા તંત્રએ કવાયત હાથ ધરી હતી. ચૂંટણીના દિવસે બુથમાં રોકાયેલા સરકારી સ્ટાફને બેલેટ પેપરના મશીનો સહિ તની સામગ્રી સાથે મુખ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા માટે બસો ફાળવાઈ છે. આ માટે પ્રશાસને બસો માટેનું લિસ્ટ બનાવી એસ. ટી. તંત્રને આપવા કવાયત હાથ ધરી છે. જેમાં તાલુકાવાર કેટલી બસો ફાળવવી તેનો અંદાજ આપી દેવાયો છે. જેથી હવે એસ. ટી. તંત્ર ડેપોમાં સૂચન કરી આ બસો ફાળવી આપવા કવાયત હાથ ધરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.