તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ખેડા જિલ્લામાં બીજા ડોઝમાં ટાર્ગેટના દસ ટકા લોકોએ જ વેક્સિન મુકાવી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18+ અને 45+ના કુલ ટાર્ગેટના 38 ટકાને રસીકરણનો પ્રથમ ડોઝ અપાયો

ખેડા જિલ્લામાં 18+ અને 45+ના કુલ મળી કુલ 13.10 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ છે. પરંતુ હજુ સુધી માત્ર 38 ટકા એટલે 6.35 લાખ જેટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે માત્ર 10 ટકા એટલે 1.93 ટકા લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.બીજી તરફ આંકડાકીય વિગતો મુજબ 10 ટકાથી વધુ લોકો જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે, તેમને બીજા ડોઝની રાહ જોવાનો વખત આવ્યો છે. જિલ્લામા અપાયેલા 6.35 લાખ પ્રથમ ડોઝની ગણતરી મુજબ દૈનિક 3628 લોકોને રસી અપાય છે.

ત્યારે આ જ સરેરાશ મુજબ બાકીના 6.75 લાખ જેટલા લોકોને પ્રથમ ડોઝ આપતા હજુ 186 દિવસ એટલે વધુ 6 મહિના ઉપરાંતનો સમય લાગે તેવી શક્યતાઓ છે. રસીના બીજા ડોઝની વાત કરીએ તો જિલ્લામાં અત્યાર સુધી માત્ર 1.93 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. ત્યારે સંપૂર્ણત: રસીરણ પૂર્ણ થતા તો હજુ ખાસ્સો સમય લાગે તેમ છે. બીજી તરફ મહા રસીકરણ અભિયાન શરૂ કર્યા બાદ ગણતરીના દિવસો સુધી રસીકરણને વેગ અપાયો હતો. ત્યારબાદ ફરીથી રસીના અભિયાનમાં વિઘ્નો ઉભા થયા હોવાનું હાલની પરિસ્થિતિ પ્રમાણે લાગી રહ્યુ છે.

સતત છઠ્ઠા દિવસે કોરોનાનો નવો એકપણ કેસ નહીં
આજે સતત છઠ્ઠા દિવસે કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં કુલ કોરોનાના કેસ 10,413 પર અટક્યા છે. જ્યારે 10,362ને રજા આપી દેવાઈ છે અને હાલ માત્ર 3 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સરકારી આંક મુજબ 48 લોકોના મોત થયા છે. તેમાંય માત્ર 1 નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તે ઓક્સિજન પર છે. જ્યારે 2 દર્દી હોમઆઈસોલેશનમાં છે. આજે નવા 1136 કોરોના સેમ્પલ લેવાયા છે, જેના રીપોર્ટ પેન્ડીંગ છે.

મંગળવારે 70 કેન્દ્રમાં 7413નું રસીકરણ થયું
ખેડા જિલ્લામાં આજે 70 કેન્દ્રમાં રસીકરણ હાથ ધરાયુ હતુ. 70 કેન્દ્રો પર 7413 લોકોને રસીનો ડોઝ અપાયો છે. આ સાથે જ અત્યાર સુધી વિતરણ કરાયેલા રસીના ડોઝનો આંક 8,30,633 સુધી પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...