તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાની બ્રેક, આજે નવા માત્ર 04 કેસ જ નોંધાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્રએ તકેદારી રાખવા જણાવ્યું

ખેડા જિલ્લામાં કોરોનાએ બ્રેક મારી હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે નવા માત્ર ચાર દર્દીઓ નોંધાયા છે. જોકે, હજુ કોરોના સંપૂર્ણપણે નથી ગયો જેથી તકેદારી રાખવી જોઈએ તેવું આરોગ્ય તંત્ર જણાવ્યું છે.

ખેડા જિલ્લામાં મહિના અગાઉ કોરોના પિક્ પર હતું ગામડા વિસ્તારમાં પણ કોરોના સંખ્યામાં દર્દીઓ જોવા મળતા હતા. પ્રજામાં ફફડાટ જોવા મળ્યો હતો, પરંતુ ધીમેધીમે ઘટાડો થયો છે. હવે માત્ર દર્દીઓની સંખ્યા એક આંકડામાં આવી ગઈ છે. આજે માત્ર ચાર દર્દીઓ નોંધાયા છે.

આરોગ્યતંત્ર હજુ પણ તકેદારી રાખવાની જરૂર છે તેવું જણાવી રહ્યું છે. દર્દીઓની સંખ્યા ઘટતા પ્રજા બિન્દાસ બને છે તે બાબત અયોગ્ય હોવાનું તંત્ર કહે છે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો અમલ પ્રજાએ અવશ્ય કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...