નવરાત્રિના પ્રથમ નોરતે નિરસમય:ખેડા જિલ્લામાં નવરાત્રિના પ્રથમ દિવસે મોટાભાગે શેરી ગરબામાં સ્પિકર પર ગરબા સંભળાતા જોવા મળ્યા, રમવા માટે નિરસમય વાતાવરણ

નડિયાદ16 દિવસ પહેલા
  • આયોજકોએ પ્રથમ દિવસે મા જગદંબાનું સ્થાપન કર્યું
  • પ્રથમ દિવસે ઠેકઠેકાણે શેરી ગરબા આયોજકોએ રહીશોના હસ્તે મા જગદંબાની આરતી ઉતારી

આસો નવરાત્રિનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે પ્રથમ દિવસે થોડો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. ખેડા જિલ્લામાં વિવિધ તાલુકા મથકો સહિત ગામ તળમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા નોરતે વિવિધ આયોજકોએ શુભ મુહૂર્તમાં મા જગદંબાનું સોસાયટી, શેરી, મહોલ્લામાં સ્થાપન કર્યું છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં નવરાત્રિ પર્વનો ઉત્સાહ થનગની રહ્યો છે. ખેલૈયાઓ જે દિવસની આતુરતાથી રાહ જોતાં તે પર્વ આવી ગયો છે. પ્રથમ નોરતે શેરી ગરબા આયોજકોએ રહીશો દ્વારા મા જગદંબાની સ્થાપન કરી આરતી ઉતારી છે. જોકે પહેલા દિવસે મોટાભાગની સોસાયટીમાં ગરબાનું આયોજન થયું નહોતું. માત્ર સ્પિકર પર ગરબા સંભળાતા જોવા મળ્યા હતા. પરંતુ ગરબા રમવા માટે નિરસમય વાતાવરણ રહ્યું હતું. પ્રથમ દિવસ હોવાથી આવી સ્થિતિ જોવા મળી હતી. જોકે હવે બીજા નોરતાથી રંગત જામશે તેમ આયોજકો જણાવી રહ્યા છે. જીલ્લા વહીવટી તંત્ર એ આમ તો શેરી ગરબાની છુટ રાત્રે 12 વાગ્યા સુધી જ આપી છે. ત્યારે આ નિયમનું કેટલા અંશે ગરબા આયોજકો પાલન કરશે તે જોવું રહ્યું.

કોરોનાની ત્રીજી ઘાતક લહેરમાં સૌથી વધુ અસર બાળકોને થનાર છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કેટલીક સોસાયટીમાં આ વખતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. ગામડાઓની વાત કરવામાં આવે તો કોરોનાની બીજી લહેર ઘાતક બની હતી. તેથી આ સમયે ગામોમાં મરણ આંક વધ્યો હતો. ચાલુ વર્ષે આયોજકોએ મોટાભાગે ગામના ફળિયામાં કે મહોલ્લામાં આવેલ માતાજીના મંદિરે આ વખતે માત્ર શકનના 5 ગરબા રમવાના ફેસલો કર્યો છે. જ્યારે અમૂક જગ્યાએ પરંપરાગત ગરબાનું પણ આયોજન થયું છે.

અન્ય સમાચારો પણ છે...