તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • In Kheda District, Officials In Various Talukas Have Been Assigned The Responsibility Of Dealing With Possible Disasters During The Monsoon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ખેડા જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને પહોંચી વળવા વિવિધ તાલુકાઓમાં અધિકારીઓને જવાબદારી સોંપાઈ

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 10 તાલુકામાં 10 અધિકારીઓની નિમણૂક કરવામા આવી

ખેડા જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુમાં પુર, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોને પહોંચી વળવા માટે તંત્રએ વિવિધ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓની નિમણૂક કરી દીધી છે. જિલ્લાના દસ તાલુકામાં સ્થાનિક લેવલના અધિકારીને આ સોંપણી આગામી પહેલી જુનથી સોંપવામાં આવશે.

જિલ્લામાં સંકલન જળવાય અને તાલુકા કક્ષાએ બચાવ કામગીરી અંગે તકેદારી રહે તે માટે દરેક તાલુકાઓમાં આ સાથેના પરિશિષ્ટ મુજબના અધિકારીઓને જે તે લાયઝન અધિકારી તરીકે નિમણુંક આપવા કલેકટરે હુકમ કરેલ છે. જેમાં નડીયાદ શહેર અને તાલુકા માટે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર, નડીયાદની નિમણૂંક કરાઈ છે. કઠલાલ તાલુકા માટે નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, નડીયાદની નિમણૂંક કરાઈ, કપડવંજ તાલુકા માટે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર, ઠાસરા તાલુકા માટે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર, વસો તાલુકા માટે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી, નડીયાદની નિમણૂંક કરાઈ છે.

તો ગળતેશ્વર તાલુકા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) ખે.જી.પંચાયત, ખેડા તાલુકા માટે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર, મહેમદાવાદ તાલુકા માટે જિલ્લા પુરવઠા અધિકારી નડીયાદ, મહુધા તાલુકા માટે નાયબ કલેક્ટર જ.સુ.અને અપીલ, નડીયાદ, માતર તાલુકા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ખે.જી.પં.નડિયાદની નિમણૂંક કરવામાં આવી છે. આગામી તા.01/06/2021 થી તા. 30/11/2021 સુધી ચોમાસાની સિઝન દરમ્‍યાન તેમને સુપ્રત કરેલ તાલુકાની ડિઝાસ્ટરની બચાવ કામગીરી લાયઝન કરવાની રહેશે. તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો