તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદગીપૂર્ણ ઉજવણી:ખેડા જિલ્લામાં ઇદ પર્વની ઉજવણી કરાઈ, કોરોનાની મહામારી દૂર થાય તેવી દુવા મુસ્લિમ બિરાદરોએ કરી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ ઘરે રહીને જ અદા કરી છે.  સાથે સાથે માનવજાતી સામે આવી પડેલ આપત્તિ વહેલી તકે દૂર થાય તેવી બંદગી કરી છે. - Divya Bhaskar
મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ ઘરે રહીને જ અદા કરી છે. સાથે સાથે માનવજાતી સામે આવી પડેલ આપત્તિ વહેલી તકે દૂર થાય તેવી બંદગી કરી છે.
  • ઘરે રહીને નમાઝ અદા કરી ખુદાની બંદગી કરાઈ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે સાદાઈથી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની ઉજવણી કરાઈ છે. નમાઝ બાદ કોરોનાની મહામારી ખતમ થાય તેવી ખાસ દુઆ કરવામાં આવી છે. મુસ્લિમ બિરાદરોએ ઘરે રહીને જ નમાઝ અદા કરી છે.

નડિયાદમાં મસ્જિદનો દ્વારા બંધ રહ્યા છે.
નડિયાદમાં મસ્જિદનો દ્વારા બંધ રહ્યા છે.

ખેડા જિલ્લામાં આ વર્ષે પણ રમજાન ઇદની ઉજવણી ખૂબ જ સાદાઈથી થઈ છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસો ને લઇ મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ઉજવણી સાદાઈથી કરવા માટે નક્કી કર્યું હતું. શુક્રવારે સવારે એકબીજાને ઈદની મુબારકબાદી પણ દો ગજ કી દૂરી થી પાઠવી હતી. તેમજ સંક્રમણ ના વધે તે માટે સરકારની તમામ ગાઈડ લાઇન નો અમલ કરાયો હતો.

ખાસ કરીને ઇદની નમાઝ બાદ વિશ્વમાં વ્યાપેલી કોરોનની મહામારી વહેલી તકે દૂર થાય તેવી ખાસ દુઆ પણ કરાઈ છે. મુસ્લિમ બિરાદરો માટે રમજાન ઇદનો પર્વ ખૂબ જ ઉમંગ ઉત્સાહ વાળો હોય છે પરંતુ બે વર્ષથી આ પર્વ દરમિયાન કોરોનાની મહામારી જોવા મળે છે જેના કારણે આ પર્વ ખૂબ જ સાદગી થી ઉજવાય છે. આ રમજાન માસ દરમિયાન ગુપ્ત દાનનું પણ મહત્ત્વ રહેલું છે. તો ઈદુલ ફીત્રની ઈદની નમાઝ બાદ ઘરે ઘરે ખીર અને સેવોનું શાહી પકવાન બનાવ્યું હતું. તો આ તરફ મસ્જિદોના દ્વારા પણ બંધ જોવા મળ્યા હતા. આમ ખેડા જિલ્લામાં કોરોનાને લઇ પર્વની ઉજવણી ખૂબ જ સાદગીથી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...