• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Kheda District, It Is Necessary To Keep Information Of Laborers And Artisans Coming From Outside States For Business Employment, The Collector Issued A Notification.

સાવચેતી:ખેડા જિલ્‍લામાં બહારના રાજયોમાંથી ધંધા રોજગાર માટે આવતા મજુરો-કારીગરોની માહિતી રાખવી જરૂરી, કલેકટરે જાહેરનામું બહાર પાડયું

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્‍લામાં અવાર-નવાર ધાડ, લૂંટ વિગેરે ગંભીર પ્રકારના બનાવો બનતા નિર્ણય લેવામાં આવ્યો

ખેડા જિલ્‍લામાં અવાર-નવાર ધાડ, લૂંટ વિગેરે ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે. ખેડા જિલ્‍લા હદ વિસ્‍તારમાં ગુજરાત રાજ્ય બહારના મજૂરો, કડિયાકામ, ઇંટોના ભટ્ટા, હોટલ-ધાબા, રેસ્‍ટોરન્‍ટ, ફેકટરી, કારખાનામાં, નાની મોટી ખાણી-પીણીની દુકાનો, લારીઓ ઉપર કામ ધંધા રોજગાર મેળવવા અર્થે આવતા તમામ મજૂરો-કારીગરો, કલરકામ તથા જુદા જુદા પ્રકારના મજુરી કામ અર્થે મજુરો આવતા હોય છે. અને આવા લોકોને જે તે વિસ્‍તારના કોન્કટ્રાક્ટરો, મુકાદમો, હોટલ-ધાબા, રેસ્‍ટોરન્‍ટ, ફેકટરી, કારખાના માલીકો દ્વારા લાવવામાં આવતા હોય છે. જેમાં બહારના રાજયોમાંથી ધંધા રોજગાર માટે ખેડા જિલ્‍લામાં આવતા મજુરો-કારીગરોના રજીસ્‍ટરો નિભાવવાના રહેશે.

અધિક કલેકટરે ફોજદારી કલમ હેઠળ જાહેરનામું બહાર પાડયું

પરંતુ તેઓની નોંધણી જે તે પોલીસ સ્‍ટેશનમાં કરાવતા નથી. જેના કારણે રાજય બહારથી આવેલા આવા મજુરો, કારીગરો જે તે સ્‍થળે રહેતા હોય, તે વિસ્‍તારની ભૌગોલીક પરિસ્થિતિથી માહિતગાર થઇને ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી વિગેરે ગંભીર પ્રકારના ગુના આચરતા હોય છે. અથવા આવા પ્રકારના ગુનાઓમાં મદદગારી કરતા હોય છે. જેથી આવી પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ આવા ઇસમોને લાવનાર કોન્કટ્રાક્ટરો, મુકાદમો, હોટલ-ધાબા, રેસ્‍ટોરન્‍ટ, ફેકટરી, કારખાના માલીકો ઉપર આવશ્યકપણે નિયંત્રણ મુકી શકાય તે માટે નીચે મુજબના મુદ્દાઓ સહિતનું જાહેરનામું કાયમી ધોરણે પ્રસિદ્ધ કરવાની જરૂરીયાત જણાતા અધિક કલેકટર રમેશ મેરજાએ ફોજદારી કલમ હેઠળ જાહેરનામું બહાર પાડયું છે.

માલીકોએ નિયમીત પણે રજીસ્‍ટર નિભાવવાનું રહેશે

જેમાં સુચવ્યા મુજબ ઉપરોક્ત તમામ લોકોના રજીસ્‍ટર તથા રજીસ્‍ટરમાં પુરુષ મજૂરના ડાબા હાથના અંગૂઠો અને સ્‍ત્રી મજુરના જમણા હાથના અંગુઠાના નિશાન સાથેનું રજીસ્‍ટર સંબંધિત માલીકોએ નિયમીત પણે નોંધી વ્‍યવસ્‍થિત રજીસ્‍ટર નિભાવવાનું રહેશે. આ ઉપરાંત તમામના નામ સરનામા અને ટેલીફોન/મોબાઇલ નંબરની સંપુર્ણ સુવાચ્ય વિગતો પણ રજીસ્‍ટરમાં નોંધવાની રહેશે. સાથે સાથે તેમનો ફોટો આઇડી પ્રુફ પણ લેવાનું રહેશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...