કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં જાન્યુઆરીના 6 દિવસમાં 283 કોરોના કેસ, સરેરાશ દર કલાકે 2 પોઝિટિવ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બેનકાબ કોંગ્રેસ ,ડાકોરમાં પક્ષના કાર્યક્રમમાં માસ્ક વગર મંચસ્થ કોંગી નેતાઓ - Divya Bhaskar
બેનકાબ કોંગ્રેસ ,ડાકોરમાં પક્ષના કાર્યક્રમમાં માસ્ક વગર મંચસ્થ કોંગી નેતાઓ
  • જાન્યુઆરીના પ્રથમ 6 દિવસમાં 9440 ટેસ્ટમાંથી 283 પોઝિટિવ, જિલ્લાભરમાં ધન્વંતરી રથની સેવા ફરી શરૂ કરાઇ

ખેડા જિલ્લામાં વધી રહેલ ઠંડીના ચમકારાની સાથે સાથે કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ પણ વધી રહ્યું છે. જેના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 66 જ્યારે ઓમિક્રોનના 3 પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. સતત વધી રહેલા કેસને પગલે જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં આજથી 20 ધનવંતરી રથ દોડાવવાના શરૂ કર્યા છે. જે રસ્તા પર જ શંકાસ્પદ વ્યક્તિનો એન્ટીજન ટેસ્ટ કરશે. આજના દિવસમાં 2 હજારથી વધુ લોકોના સેમ્પલ લઈ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.

ખેડા જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસથી જ કોરોનાએ ઉછાળો લીધો છે. 1 જાન્યુઆરીના રોજ 39 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સતત કેસોમાં વધારો જોવા મળ્યો છે. તેમાં પણ 5 જાન્યુઆરીના રોજ તો ડિસેમ્બર અને જાન્યુઆરી માસના સૌથી વધુ 84 કેસ તંત્રના ચોપડે નોંધાયા હતા. રાહતની બાબત એ કહી શકાય કે ગઈકાલે 84 કેસ આવ્યા બાદ આજે 66 કેસ નોંધાયા છે, એટલે કે 18 કેસ ઓછા છે.

પરંતુ તેની સામે 3 ઓમિક્રોન પોઝિટિવ કેસ મળી આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે પોઝિટિવ કેસો વધતા તંત્ર દ્વારા ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધાર્યું છે. તા.1 જાન્યુઆરીના રોજ 1,429 સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ વધી રહેલા પોઝિટિવ કેસને પગલે આરોગ્ય વિભાગે આજે ગુરૂવારે 2,053 કોરોના સેમ્પલ કલેક્ટ કર્યા છે.

6 દિવસમાં થયેલા ટેસ્ટ અને કેસની વિગત

તારીખકેસટેસ્ટ
1391429
236327
3241744
4341987
5841900
6662053
કુલ2839440

​​​​​​​

જિલ્લા પંચાયત પ્રમુખનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા પ્રમુખે એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. જોકે તેઓની તબિયત સારી હોવાથી અને કોઈ બાહ્ય લક્ષણો નહી હોવાથી હાલ તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...