ડાંગરની ખરીદી:ખેડા જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર વેચવા માટે ખેડૂતો નિરસ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6037ના રજીસ્ટ્રેશન સામે માત્ર 844 ખેડૂતોએ વેચાણ કર્યું
  • ​​​​​​​અટપટી​​​​​​​ પદ્ધતિ અને ક્વોલિટીની તપાસથી હેરાન થનારા ખેડૂતોએ પોતાનું અનાજ સીધુ વેપારીઓને જ વેચાણ કર્યું

સરકાર દ્વારા લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરી હતી. પરંતુ ટેકાના ભાવે થતી ખરીદીને ચરોતરના ખેડૂતો તરફથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો ટેકાના ભાવ કરતા જાહેર બજારો અને વેપારીઓમાં ડાંગરનું વેચાણ કરવાને પ્રાધાન્ય આપતા હોવાનો ઘાટ સર્જાયો છે. ખેડા જિલ્લામાં કુલ 8 સેન્ટર પર ટેકાના ભાવે ડાંગરની ખરીદીની કામગીરી ચાલી રહી છે. દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, 9 નવેમ્બર- લાભ પાંચમથી લઇને 23 નવેમ્બર સુધીના 14 દિવસમાં ટેકાના ભાવે 35,687.75 ક્વિન્ટલ ડાંગર(કોમન)ની ખરીદી કરી છે.

જેના સરકાર દ્વારા 6 કરોડ કરતા વધુ રૂપિયા ખેડૂતોને ચુકવાયા છે. ખેડા જિલ્લામાં કુલ 6037 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા 6037 ખેડૂતોને તબક્કાવાર એસ.એમ.એસ. કરીને જાણ કરાઇ હતી. પરંતુ સ્થળ પર માત્ર 844 ખેડૂતો જ ડાંગરના વેચાણ માટે આવ્યા હતા.

આ સંદર્ભે ખેડૂતો સાથેની વાતચીત પરથી જણાય છે કે, સરકાર દ્વારા કરાતી ટેકાના ભાવની ખરીદીમાં ક્યાંકને ક્યાંક તેની પદ્ધતિ અટપટ્ટી છે. ઉપરાંત સરકાર દ્વારા ક્વોલિટી ચકાસણી કર્યા બાદ ખરીદવામાં આવે છે. ખેડૂતોના મતે પાકની લણણી કર્યા બાદ વરસાદ થાય તો પાકમાં ભેજ આવી જતો હોય છે, ત્યારે આ પાક સરકાર ન સ્વીકારે તો હજારો ખેડૂતોનું પોતાના પાકનું સરકારમાં વેચાણ કરવુ ખૂબ અઘરુ બને છે.

વેચાણ કરવાના કેન્દ્ર દૂર, માલ રીજેક્ટ થવાનો ડર
ટેકાના ભાવે ડાંગર વેચવામાં ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલી પડી રહી છે. વળી, માલ રિજેક્ટ થાય તો ડબલ ભાડું ચડી જાય છે. ઉપરાંત સરકારનું ખરીદ કેન્દ્ર મોટા ભાગે શહેરમાં હોય છે. જ્યારે શહેરથી અનેક ગામડાઓ ખૂબ દૂર છેવાડે આવેલા હોય છે. જેના કારણે ખેડૂતોને ભાડુનો ખર્ચ વધી જતો હોય છે. વેપારીને સીધુ વેચાણ કરવુ ખૂબ સરળ છે, માલ સીધો લઈને જતા ત્યાં જ ભાવ નક્કી કરી ચુકવણુ કરી દેવાય છે. જેના કારણે ખેડૂતો સરકારી ખરીદ કેન્દ્ર પર વેચાણ કરતા બંધ થયા છે. -અમૃતભાઈ ઠાકોર, ખેડૂત

ખરીદ કેન્દ્રદીઠ ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને વેચાણ કરવા આવેલા ખેડૂતોની સંખ્યા

ખરીદ કેન્દ્રરજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોવેચાણ કરવા આવેલા ખેડૂતો
ડાકોર72421
કઠલાલ374108
કપડવંજ584119
માતર2115224
મહેમદાવાદ1064147
નડિયાદ871104
ગ‌ળતેશ્વર16640
મહુધા13881
અન્ય સમાચારો પણ છે...