કાર્યવાહી:ખેડા જિલ્લામાં 24 કલાકમાં 7 સ્થળેથી દેશી દારૂ ઝડપાયો

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિલા અને 4 પુરુષો સામે ધોરણસરની કાર્યવાહી

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાત પોલીસ સ્ટેશનમાં દેશી દારૂ ઝડપાયો છે. આ બનાવમાં જિલ્લામાં આવેલ 6 પોલીસ સ્ટેશનમાં સ્થાનિક પોલીસે જ્યારે એક કેસ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યો છે. જિલ્લામાં આવેલ કુલ પોલીસ સ્ટેશનમાંથી સાત પોલીસ સ્ટેશનમાં કુલ 10 વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હજારોના મૂદ્દામાલ સાથે કુલ 43 લીટર દેશી દારૂ ઝડપી પાડયો છે.

ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ-21 મુખ્ય પોલીસ સ્ટેશનોમાંથી જિલ્લાના સાત જેટલા પોલીસ મથકોમાં દેશી દારૂના કેસો નોધાયા છે. આ બનાવમાં દેશી દારૂના કુલ 10 કેસો કરવામાં આવ્યા છે. જેમાં દસ વ્યક્તિઓને 2 થી 14 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં 6 મહિલા અને 4 પુરુષો મળી કુલ 10 વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે. દશેય બનાવમાં પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે રેડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમે 10 વ્યક્તિઓને કુલ 43 લીટર દેશી દારૂ કિ રૂ 860 નો મૂદ્દામાલ જપ્ત કર્યો છે.

જિલ્લામાં દેશી-વિદેશી દારૂની બંદગી ડામવા માટે પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ખાનગી રાહે દેશી દારૂનો વેપલો કરતા ઇસમો સામે પોલીસ ટીમે લાલ આંખ કરી છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય એજન્સીઓ દ્વારા પણ રેડ કરી દેશી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...