તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા રસીકરણનું અભિયાન આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં પ્રાથમિકતા ધરાવતા દર્દીઓનો સર્વે ચાલી રહ્યો છે. જેની 95 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ સરકારે એક સપ્તાહની સમય મર્યાદા વધારી છે. પરંતુ તે પહેલા સર્વે થયા બાદ વેરિફિકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
ખેડા જિલ્લામાં કોરોના રસીકરણ સંદર્ભે ચાલી રહેલા સર્વેની કામગીરી 95 ટકા પૂર્ણ થઇ ગઇ છે. બાકીની કામગીરી બે દિવસમાં પૂર્ણ થઇ જશે. આ અભિયાનમાં કુલ ચાર ગ્રુપ પાડવામાં આવ્યાં છે. આ ગ્રુપ પ્રમાણે રસી આપવામાં આવશે. પ્રથમ ગ્રુપમાં હેલ્થ સ્ટાફ, બીજા ગ્રુપમાં ફ્રન્ટ લાઇનર, ત્રીજા ગ્રુપમાં 50થી વધુ ઉંમરની વ્યક્તિ અને ચોથા ગ્રુપમાં ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 2709 પુરૂષ અને 1779 મહિલાનો સમાવેશ થાય છે.
કેવી રીતે રસી આપવામાં આવશે?
ખેડા જિલ્લામાં જે સ્થળે કોરોના રસી આપવામાં આવશે. તે સ્થળે ત્રણ તબક્કા રાખવામાં આવ્યાં છે. પ્રથમ વેઇટીંગ રૂમ, બીજા તબક્કામાં રસી આપવામાં આવશે અને ત્રીજા તબક્કામાં દર્દીને અલગ રૂમમાં રાખી તેને કોઇ આડ અસર છે કે કેમ ? તેની તપાસ થશે. બાદમાં તેને જવા દેવામાં આવશે.
કયા ગ્રુપમાં કેટલી વ્યક્તિ નંધાઇ ?
હેલ્થ સ્ટાફ 10,736
ફ્રન્ટ લાઇન વર્કર 25,788
50થી વધુ ઉંમરની વ્યક્તિ 4,74,289
ગંભીર બિમારી ધરાવતી વ્યક્તિ 4,488
વેક્સિન રાખવા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું
ખેડા જિલ્લામાં કોરોના રસીકરણ માટે એક હજારથી વધુ સાઇટ નક્કી કરવામાં આવી છે. તેમાં નર્સીંગ સ્ટાફ જોડાશે. રસી રાખવા માટે ખાસ 80 જેટલા ડીપ ફ્રિઝની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા નવા ફ્રિઝ પણ આપવામાં આવશે.
50થી વધુ ઉંમરના સૌથી વધુ કપડવંજમાં
ખેડા જિલ્લામાં સૌથી વધુ સર્વે કપડવંજ તાલુકામાં 47,958 અને સૌથી ઓછો ગળતેશ્વર તાલુકામાં 15,435 વ્યક્તિનો સર્વે થયો છે. જ્યારે નડિયાદ નગરપાલિકા દ્વારા 55,562 વ્યક્તિનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જોકે, 50 વર્ષથી ઉપરમાં મહિલાઓ વધુ હોવાનું બહાર આવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.