તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેફામ:ખેડા જિલ્લામાં માર્ચ માસમાં કોરોનામાં 484 %નો ઉછાળો, 31 દિવસમાં 591 પોઝિટીવ

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ શહેરમાં રાત્રીના શહેર પોલીસ ખાણી પીણીની લારીઓ પર ચેકિંગમાં નીકળી હતી. - Divya Bhaskar
નડિયાદ શહેરમાં રાત્રીના શહેર પોલીસ ખાણી પીણીની લારીઓ પર ચેકિંગમાં નીકળી હતી.
 • ખેડા જિલ્લામાં 30 પોઝિટીવ કેસ સામે 72 વિસ્તાર કન્ટઈમેન્ટ ઝોન જાહેર કરાયા તે શું સૂચવે છે ?
 • સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં કોરોનામાં ભારે ઉછાળો
 • માસ્ક ન પહેરવાની અગવણના સ્થાનિક લોકોને ભારે પડી
 • જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 30 નવા કેસ, 12 રીકવર કેસ

ખેડા જિલ્લામં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન લોકોએ કોવિડના નિયમો ભંગ કર્યો હતો.તેના કોરોના સંક્રમણ પુન: બેકાબુ બન્યુ છે. ફેબ્રુઆરી માસમાં માત્ર122 કેસ પોઝિટીવ નોંધાયા હતા. તેની સામે માર્ચના 31દિવસમાં 591 પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ 484 ટકાનો ભારે ઉછાળો નોંધાયો છે. તેમજ છતાં નડીઆદ સહિત જિલ્લાના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં સામાજીક પ્રંસગો ,ધાર્મિક કાર્યક્રમોમાં સરેઆમ સોશિયલ ડિસ્ટનસિંગ ભંગ કરીને કોરોના સામે ચાલીને આમંત્રણ આપી રહ્યાં છે. જેના કારણે કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે.

ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા કૂદકે ને ભુસકે વધી રહી છે, જિલ્લામાં હાલ એક્ટીવ દર્દીની સંખ્યા વધીને 145 સુધી પહોંચી છે. જેમાં ગુરૂવારના રોજ 30 ઉમેરાયાં હતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, કોરોનાની ઝપેટમાં સૌથી વધુ નડિયાદ શહેરમાં નોંધાયાં છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે ગુરૂવારે જાહેર કરેલા 30 કેસમાં નડિયાદ શહેરના જ 18 કેસનો સમાવેશ થાય છે.

ખેડા જિલ્લાની અત્યાર સુધીની કોરોનાની સ્થિતિ

કુલ પોઝિટીવ3938
એક્ટિવ145
રીકવર3774
મૃત્યુ થયું19
માર્ચકેસ
18
25
38
49
59
68
78
812
99
1010
1111
1210
1311
1410
1526
1615
1722
1824
1925
2023
2127
2231
2336
2443
2527
2628
2733
2826
2925
3024
3128

​​​​​​​

જેમાં કલ્યાણનગર, દુર્ગાપાર્ક સોસાયટી, જીગીશા પાર્કમાં છ કેસ, સહયોગ સોસાયટી, પારેખ ખડકી, શ્રીજી સોસાયટી, વિજયલક્ષ્મી સોસાયટી, એચવી ચેમ્બર્સ, ક્રિષ્ના સોસાયટી, કર્મવીરનગર-5, સરદારનગર સોસાયટી, સંતરામ પાર્ક સોસાયટી, ઓમ કોમ્પ્લેક્સ, અંબર સોસાયટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાલુકાના મંજીપુરા, ઉત્તરસંડા, અરેરા, ડભાણ, પીપલગનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં ઠાસરાના ઢુણાદરા, ડાકોર, રઢુ, મહુધાના સીંઘાલી, વસો, પીજ ગામનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લામાં હાલ 145 દર્દી એક્ટીવ છે. જેમાં 44 સિવિલ હોસ્પિટલમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો