• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Kheda District, Children And Adolescents Have Been Infected With Corona, 26 Adolescents And 11 Children Have Been Infected With Corona In The Last One Week.

કોરોના LIVE:નડિયાદ તાલુકામાં 70 કેસ સાથે આજે ખેડા જિલ્લામાં 101 નવા કોરોનાના કેસો નોંધાયા, એક્ટીવ કેસોની સંખ્યા 352 પર પહોંચી

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે વધુ 1964 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા, જિલ્લામાં આજે 1808 વ્યક્તિઓને બુસ્ટર ડોઝ અપાયો
  • એક્ટીવ કેસોમાંના 336 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે

ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે વધુ 101 કેસો નોંધાયા છે. જેના પછી એક્ટીવ કેસોની સંખ્યા વધીને 352 પર પહોંચી ચૂકી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ ધરી રહ્યો છે. જેમાં જિલ્લામાંથી આજે ગુરૂવારે કોરોનાના વધુ 101 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી 70, ઠાસરા પંથકમાંથી 13, કઠલાલ પંથકમાંથી 5, કપડવંજ પંથકમાંથી 3, ખેડા પંથકમાંથી 3, વસો પંથકમાંથી 3, માતર પંથકમાંથી 2, મહેમદાવાદ પંથકમાંથી 1 અને મહુધા પંથકમાંથી 1 મળી કુલ 101 કેસો નોંધાયા છે. જેના પછી એક્ટીવ કેસની સંખ્યા 352 પર પહોંચી ચૂકી છે.

જ્યારે આજે વધુ 1964 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટીવ કેસોમાં 336 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 6 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 10 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો આજે 117 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 3494 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 36, કપડવંજ તાલુકામાં 348, કઠલાલ તાલુકામાં 44, ખેડા તાલુકામાં 26, મહુધા તાલુકામાં 35, માતર તાલુકામાં 247, મહેમદાવાદ તાલુકામાં 53, નડિયાદ તાલુકામાં 49, ઠાસરા તાલુકામાં 41 અને વસો તાલુકામાં 0 મળી આજે કુલ 879 લોકોનું રસીકરણ થયું છે. જ્યારે કોવિડના બુસ્ટર ડોઝની વાત કરવામાં આજે કુલ 1808 લોકોને બુસ્ટર ડોઝ અપાયો છે. જેમાં 60+ સિનિયર સિટીઝનનો 919 , હેલ્થ કેર વર્કર 281 અને 608 ફ્રન્ટ લાઈન વર્કરનો સમાવેશ થાય છે.

​​​​​​​કોરોનાની ત્રીજી લહેર ઉઠી છે ત્યારે ખેડા જિલ્લામાં સૌથી વધુ બાળકો અને કિશોર વયના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. સંક્રમિતોની સંખ્યામાં આ વયના લોકો ઝપેટમાં આવતાં આરોગ્ય વિભાગે કમર કસવાની તાતી જરૂરી ઉભી થઈ છે. નોંધનીય છે કે આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં 26 જેટલા કિશોર વયના અને 11 જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

ખેડા જિલ્લા તંત્રએ ખરેખર ચેતવાની જરૂર છે. કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો અને કિશોર વયના લોકો આવી રહ્યા છે. કોરોનાના અજગરી ભરડામાં દિવસને દિવસે કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેમાં બાળકો અને કિશોર વયના લોકોનો આંક વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં 26 જેટલા કિશોર વયના અને 11 જેટલા બાળકો કોરોના સંક્રમિત થયાનો અહેવાલ મળ્યો છે. જો કે આ તમામ બાબતોની વચ્ચે રીકવરી રેશિયોની વાત કરવામાં આવે તો તેઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. ગઈકાલે બુધવારે કિશોર વયના વધારે લોકો પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...