પલટાયેલું વાતાવરણ:ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી માવઠું

નડિયાદ11 દિવસ પહેલા
  • પંથકમાં કમોસમી માવઠાને કારણે ખેડૂતો ચિંતિત, શિયાળુ પાકની ખેતી કરતાં ધરતીપુત્રો દ્રિતામાં

ખેડા જિલ્લામાં ગતરોજથી પલટાયેલા વાતાવરણમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમૂક સ્થળે કમોસમી માવઠું થયુ છે. રાજ્યના વિવિધ વિસ્તારોની જેમ ખેડા જિલ્લામાં પણ ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે ઠાસરા સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઠંડી સાથે આગામી ચાર દિવસ રાજયના ઉત્તર- મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની પણ વકી હવામાન વિભાગે કરી છે. જે મુજબ ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે.

16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધવાની સાથે રાજ્યના મોટા ભાગમાં 17થી 20 નવેમ્બર દરમિયાન કમોસમી માવઠું વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જે અન્વયે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં બુધવારથી પલટાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું.

ગુરુવારની સવારે જિલ્લાના અમૂક પંથકો જેવા કે ઠાસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી માવઠું થયું હતું. યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે પૂનમ છે અને આજે ચૌદસ હોવાથી પગપાળા ચાલતા આવતા ભક્તોને આ માવઠાને કારણે ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ અચાનક કમોસમી વરસાદ પડવાથી શિયાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું છે.

આ સિવાય પણ જિલ્લાના કપડવંજ, માતર સહિતના પંથકમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે. જેના કારણે તમાકુ ઘઉં કપાસ સહિતના પાકો જોખમમાં મુકાયા છે. ડાકોર ફાગવેલ કારતક પુર્ણિમામાં દર્શન એ જતા પદયાત્રી ઓ ભીંજાયા છે. આ વિસ્તારમાં સામાન્ય કમોસમી વરસાદી ઝાપટાંથી રોડ રસ્તાઓ ભીના થયા છે.

અન્ય સમાચારો પણ છે...