કોરોના રસીકરણ:ખેડા જિલ્લામાં 6.20 લાખ લોકોએ બીજો ડોઝ નથી લીધો

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર મફતમાં રસી આપે છે પણ લોકોને લેવી નથી
  • જિલ્લામાં રસી મૂકાવા પાત્ર 16 લાખમાંથી 14.85 લાખ લોકોએ પ્રથમ ડોઝ મૂકાવ્યો, 09.94 લાખે બંને ડોઝ લીધા

ખેડા જિલ્લામાં 15મી જાન્યુઆરી 2021થી વેક્સિનની કામગીરી ચાલુ થઇ હતી. છેલ્લા 10 મહિનામાં જિલ્લામાં વેક્સિન માટે લાયક એવા 16.14 લાખ લોકોમાંથી 14.85 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ લેનાર નાગરિકોમાંથી 6.25 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. જેમાંથી 4.91 લાખ લોકો 81 દિવસનો સમય પૂર્ણ થઇ ગયા બાદ પણ બીજો ડોઝ લેવામાં માટે આવ્યા નથી. જેથી આરોગ્ય વિભાગ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ ડોઝ લીધો હોય પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોનો સંપર્ક કરી તેમને વેક્સિનેટ કરવા માટે કટિબધ્ધ બન્યો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના સ્પે. રસીકરણ અધિકારી એ.એ.પઠાણે જણાવ્યું છે.

ખેડા જિલ્લામાં 10 માસથી જિલ્લાના 200 કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તે માટે 3.5 હજારથી વધુનો આરોગ્ય સહિતનો સ્ટાફ સેવા આપી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 14,85,775 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે 9,94,665 લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. ચિંતાની વાત એ છે કે હજુ પણ પ્રથમ ડોઝ લેનાર લોકોમાંથી 4.91 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. દિવાળી બાદ રાજયમાં પુન : કોરોનાના કેસ વધી રહ્યાં છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લોકોને રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે રસીકરણ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા કવાયત હાથ ધરી છે. ખાસ કરીને જેમણે બીજો ડોઝ નથી લીધો તેમનો સંપર્ક કરી રસીના બંને ડોઝ કમ્પલીટ કરવા સમજાવાય છે.

ખેડા જિલ્લામાં તાલુકા દીઠ અત્યાર સુધી થયેલું રસીકરણ

તાલુકોપ્રથમ ડોઝબીડો ડોઝ
ઠાસરા16238165513
ગળતેશ્વર8762540335
કઠલાલ14449592782
માતર11012467652
મહુધા9531769503
મહેમદાવાદ181385125545
નડિયાદ348175283419
કપડવંજ193526117601
ખેડા9575971548
વસો6698860767
કુલ1485775994665

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...