વેક્સિનેશન:ખેડા જિલ્લામાં 54 ટકાને પ્રથમ અને 17 ટકાને રસીના બંને ડોઝ, 8.39 લાખને કોવિશિલ્ડ, 2.31 લાખને કોવેક્સિન

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 3.19 લાખ નડિયાદમાં અને સૌથી ઓછુ 64 હજાર લોકોનું વસોમાં રસીકરણ કરાયું
  • ઓગસ્ટના પ્રથમ 5 દિવસમાં સરેરાશ 8 હજાર, છેલ્લા 5 દિવસમાં સરેરાશ 13 હજાર લોકોને આવરી લેવાયા

ખેડા જિલ્લામાં રસીકરણના કુલ ટાર્ગેટના 54 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જિલ્લામાં 15.10 લાખ લોકોનું વેક્સિનેશન કરવાનો ટાર્ગેટ છે. ત્યારે 8.20 લાખ લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 10,69,898 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 8,20,622ને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 2,49,276 લોકોએ બંને ડોઝ લીધા છે. તાલુકાવાર વાત કરીએ તો નડિયાદમાં સૌથી વધુ 3,19,250 લોકોને જ્યારે સૌથી ઓછુ વસોમાં 64,144 લોકોનું વેક્સીનેશન થયુ છે. છેલ્લા પાંચેક દિવસથી જિલ્લામાં દૈનિક 10 હજાર કરતા વધુ લોકોનું રસીકરણ થઈ રહ્યુ છે.

રાજ્ય સરકારે રસીનો જથ્થો વધુ આપતા રસીકરણમાં વધારો થયો છે. બીજીતરફ વેપારી વર્ગ અને રોજગાર સાથે સંકળાયેલા લોકો માટે વેક્સીનેશન ફરજીયાત કરી દેવાતા લોકો પણ રસી લેવા માટે પહોંચી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 5.84 લાખ પુરુષો અને 4.85 લાખ મહિલાઓનું રસીકરણ થયુ છે. કોવિશીલ્ડના 8.39 લાખ ડોઝ જ્યારે 2.31 લાખ કોવેક્શિનના ડોઝ અપાયા છે.

ખેડા જિલ્લામાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 3.19 લાખનું રસીકરણ

તાલુકોકુલ ડોઝ
ગળતેશ્વર47,356
કપડવંજ1,21,819
કઠલાલ92,961
ખેડા74,554
મહુધા73,275
માતર70,160
મહેમદાવાદ1,23,344
નડિયાદ3,19,250
ઠાસરા70,390
વસો64,144

10 દિવસમાં 99,515નું રસીકરણ
ખેડા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી રસીકરણની ગતિ વધી છે. ત્યારે ઑગસ્ટના પ્રથમ 10 દિવસમાં કુલ 99,515ને રસી અપાઈ છે. દૈનિક સરેરાશ 9951 લોકોને રસી અપાઈ છે. સરકાર દ્વારા રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં અપાશે તો આજ ગતિથી રસીકરણ ચાલશે, તો આગામી જાન્યુઆરી/ફેબ્રુઆરી-2022 સુધી પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થઈ જાય તેવી શક્યતાઓ છે.

છેલ્લા 10 દિવસમાંથી 6 દિવસમાં તેજ ગતીએ રસીકરણની કામગીરી ચાલી

તારીખરસીકરણ
1 ઑગસ્ટ8,843
2 ઑગસ્ટ7351
3 ઑગસ્ટ6,805
4 ઑગસ્ટ0
5 ઑગસ્ટ13,051
6 ઑગસ્ટ13,272
7 ઑગસ્ટ13,682
8 ઑગસ્ટ10,210
9 ઑગસ્ટ13,575
10 ઑગસ્ટ12,726

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...