તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના વળતાં પાણી, છેલ્લાં 24 કલાકમાં માત્ર 7 કેસ સામે 27 દર્દી સ્વસ્થ થયા

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 211 પર પહોંચી
  • આજે સમગ્ર જિલ્લામાં 9,629 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 7 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10304 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં કઠલાલ 3, ગળતેશ્વર 2, કપડવંજ 1 અને મહેમદાવાદ 1 મળી કુલ 7 કેસનો વધારો છેલ્લા 24 કલાકમાં થયો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 1121 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 133775 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 122350 લોકોના નેગેટિવ અને 10304 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 1121 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 9,629 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલ રસીકરણમાં 4,540 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં 5,67,299 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 29, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 0, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 26, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 4, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 0, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 15, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 4, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 7 દાખલછે.

તો સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 3, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 0, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 0, સારવાર આરોગ્ય કેન્દ્ર હલધરવાસમાં દાખલ દર્દી 2, સારવાર આરોગ્ય કેન્દ્ર આખડોલમાં દાખલ દર્દી 1, સારવાર આરોગ્ય કેન્દ્ર લસુન્દ્રાંમાં દાખલ દર્દી 0, સેવાલીયા સારવાર આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દી 8, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 6, સી. સી. સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 1,આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 4, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 3 અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 29, હોમ આઇસોલેશન 69 દર્દીઓ મળી કુલ 211 એક્ટીવ કેસો છે. આ સામે છેલ્લા 24 કલાકમાં કુલ 27 દર્દીઓ સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...