• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Kheda District, 214 Positive Cases In Five Days Of January Against 85 On 31st December, Maximum 84 Patients On Wednesday.

કોરોનાનો રાફડો:ખેડા જિલ્લામાં ડિસેમ્બરના 31 દિ’માં 85 સામે જાન્યુઆરીના પાંચ દિવસમાં 214 પોઝિટિવ કેસ, બુધવારે સૌથી વધુ 84 દર્દી

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ તાલુકામાં સૌથી વધુ 171 કેસ, કઠલાલ તાલુકામાં માત્ર 1 પોઝિટિવઃ ગ્રામ પંચાયતની ચૂંટણી અને લગ્નગાળો ભારે પડી રહ્યો છે

ખેડા જિલ્લામાં જાન્યુઆરી માસ દરમિયાન કોરોનાનો વિસ્ફોટ થયો છે. પ્રથમ પાંચ દિવસમાં જ કોરોનાના 214 કેસ નોંધાતા રાજ્યના 4 મહાનગરોની સાથે સાથે ખેડા જિલ્લાના કેસોની સરખામણી થઈ રહી છે. ડિસેમ્બર માસ દરમિયાન જિલ્લામાં 85 કેસ નોંધાયા હતા. જેની સામે જાન્યુઆરી મહિના ના પાંચ જ દિવસમાં 214 કેસ નોંધાતા આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કોરોના તો બીજી તરફ ઓમિક્રોનના પણ કેસો પણ સામે આવી રહ્યા છે, જેના કારણે કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ સ્થિતિ વધુ ગંભીર બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. ડિસેમ્બરના અંતથી વધી રહેલા કોરોના કેસોના આંકડા એ જાન્યુઆરીની શરૂઆતમાં એવો તો ઉછાળો માર્યો છે કે, ડિસેમ્બરના 31 દિવસમાં કોરોનાના 85 કેસ સામે જાન્યુઆરી ની શરૂઆતના પાંચ જ દિવસમાં 214 કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. તેમાં પણ ગંભીર બાબત એ છે કે સૌથી વધુ કેસ જિલ્લાના વડામથક નડિયાદ તાલુકામાં 171 નોંધાયા છે. જ્યારે વસો, માતર, ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં 12-12 કેસ નોંધાયા છે. જ્યારે કઠલાલમાં ફક્ત 1 કેસ નોંધાયો છે.

મહત્વની વાત છેકે જાન્યુઆરીના પ્રથમ દિવસે જ જિલ્લામાં 39 કેસ નોંધાયા હતા, જે વધીને પાંચમાં દિવસે 84 સુધી પહોંચી ગયા છે. છેલ્લે 226 દિવસ પહેલા ખેડા જિલ્લામાં 84 કેસ નોંધાયા હતા. જે બાદ જિલ્લામાં ધીરે ધીરે સ્થિતિમાં ઘટાડો થયો હતો, પરંતુ ડિસેમ્બર માસમાં ચૂંટણી અને લગ્ન ગાળો પૂર્ણ થયા બાદ જે સ્થિતિ સર્જાઈ છે, તેના પરિણામ હવે સામે આવી રહ્યા છે.

બીજી તરફ વાત કરવામાં આવે દર્દીઓને મળેલા ડિસ્ચાર્જની તો ડિસેમ્બર માસ દરમિયાન પોઝિટિવ આવેલા 85 દર્દીઓ પૈકી 42 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જ્યારે જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસમાં 214 પૈકી 48 દર્દીઓને જ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આજના દિવસે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પાંચ, ખાનગી હોસ્પિટલમાં 2 જ્યારે હોમ આઇસોલેશનમાં 206 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જિલ્લામાં નડિયાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું, 80 કેસ
કોરોના કેસમાં સૌથી ગંભીર સ્થિતિ હોય તો હાલ નડિયાદ શહેર અને તાલુકાની છે. પોઝિટિવ કેસમાં સૌથી વધુ કેસો નડિયાદ શહેર અને તાલુકામાં 171 નોંધાયા છે. જે કુલ કેસ ના 80 ટકા થવા જાય છે. ત્યારે નડિયાદ શહેર અને તાલુકાના લોકોએ આ બાબતને ગંભીરતાથી લેવી રહી.

અન્ય સમાચારો પણ છે...