તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના આજે 20 કેસો આવ્યા, એક્ટિવ કેસોની સંખ્યા 261એ પહોંચી

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 65 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 6,276 લોકોને રસી અપાઈ
  • પોઝિટિવ કેસનો આંક 10271 એ પહોંચી ચૂક્યો છે

ખેડા જિલ્લામાં કોરોના કહેરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 20 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10271 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદ 10, કઠલાલ 4, કપડવંજ 3, મહુધા 2 અને ગળતેશ્ર્વર 1 મળી કુલ 20 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજ દિન સુધીમાં 5,28,065 લોકોનું રસીકરણ પૂર્ણ થયુ

આજે સમગ્ર જિલ્લામાં કુલ 974 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 130793 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 119548 લોકોના નેગેટિવ અને 10271 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 974 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 6,276 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલા રસીકરણમાં 4,342 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં 5,28,065 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

જિલ્લામાં હોમ આઇસોલેશનમાં 73 દર્દીઓ છે

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 26, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 2, એન.ડી.દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 43, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 7, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 2, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 16, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 7, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 8, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 5, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 7, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 0, સારવાર આરોગ્ય કેન્દ્ર હલધરવાસમાં દાખલ દર્દી 2, સારવાર આરોગ્ય કેન્દ્ર આખડોલમાં દાખલ દર્દી 1, સારવાર આરોગ્ય કેન્દ્ર લસુન્દ્રાંમાં દાખલ દર્દી 1, સેવાલીયા સારવાર આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દી 9, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 5, સી.સી.સી. નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 1,આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 4, યાત્રિક ભુવન વડતાલમાં દાખલ દર્દી 6 તથા અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ 36 દર્દીઓ છે. તેમજ હોમ આઇસોલેશન 73 દર્દીઓ મળી કુલ 261 એક્ટિવ કેસો છે.

અન્ય સમાચારો પણ છે...