તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે 191 નવા કેસ નોંધાયા એક્ટિવ કેસ 1094 થયા

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • આજે જિલ્લામાં 2,558 લોકોને રસી આપવામા આવી

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 191 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 6995 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદ 100, મહુધા 47, વસો 21, માતર 15, કઠલાલ 4, કપડવંજ 2 અને ખેડા 1 મળી કુલ 191 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 853 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 99 હજાર 355 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 87689 લોકોના નેગેટિવ અને 6995 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 1158 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજે 75 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 2,558 લોકોને રસી અપાઈ છે. આજ દિન સુધીમાં 3, 96, 457 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 152, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 49, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 145, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 19, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 7, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 30, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 20, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 17, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 25, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 6, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 1 દાખલ છે.

તો સી. જી. જનરલ હોસ્પિટલ ઉત્તરસંડામાં દાખલ દર્દી 2, સી. સી. સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 16, સી. સી. સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 21, સી.સી. સી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 4, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 8, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 19, ડી. એ. એન્જીનીયરીંગ કોલેજ મહેમદાવાદમાં દાખલ દર્દી 2, પામ ગ્રીન ક્લબ ગોઠાજમાં દાખલ દર્દી 13, અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 232, હોમ આઇસોલેશન 306 દર્દીઓ મળી કુલ 1094 એક્ટીવ કેસો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો