તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના આજે 15 કેસો આવ્યા, એક્ટીવ કેસોની સંખ્યા 244એ પહોંચી

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 65 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 7,209 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 15 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10286 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદ 5, કઠલાલ 4, ગળતેશ્વર 2, વસો 2, ખેડા 1 અને માતર 1 મળી કુલ 15 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજ દિન સુધીમાં 5,35,274 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે
આજે સમગ્ર જિલ્લામાં કુલ 739 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 131532 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 120267 લોકોના નેગેટિવ અને 10286 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 979 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 7,209 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલા રસીકરણમાં 4,152 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં 5,35,274 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

હાલમાં હોમ આઇસોલેશન 76 દર્દીઓ સારવાર હેઠળ
સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 30, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 2, એન.ડી.દેસાઈ મેડિકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 33, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 6, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 1, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 16, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 5, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 5, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 5, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 0, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 0, સારવાર આરોગ્ય કેન્દ્ર હલધરવાસમાં દાખલ દર્દી 2, સારવાર આરોગ્ય કેન્દ્ર આખડોલમાં દાખલ દર્દી 1, સારવાર આરોગ્ય કેન્દ્ર લસુન્દ્રામાં દાખલ દર્દી 0, સેવાલીયા સારવાર આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દી 9, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 4, સી.સી.સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 2, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 4, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 6 અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ 37 દર્દીઓ છે. જેમાં હોમ આઇસોલેશન 76 દર્દીઓ મળી કુલ 244 એક્ટિવ કેસો છે.

અન્ય સમાચારો પણ છે...