મતદાર સુધારણા અભિયાન:ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 13,062 અરજીઓ મળી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8380 નામ દાખલ થયા, 2222 નામ કમી થયા, 2060 નામમાં સુધારો થયો

ખેડા જિલ્લામાં આવનાર 434 ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે મતદાર સુધારણા અભિયાન નો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લા ચૂંટણી વિભાગને કુલ 13,062 અરજી મળી છે. જેમાં નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ માં સુધારા કરવા તેમજ જિલ્લામાંથી સ્થળાંતર થયા જેવી બાબતો અપડેટ કરવામાં આવી છે. આ અરજી પૈકી સૌથી વધુ અરજીઓ 8,380 નવા નામ દાખલ કરવા માટે આવી છે. જ્યારે સૌથી ઓછી 400 અરજી જિલ્લામાંથી સ્થળાંતર થયેલા લોકોની આવી છે.

ખેડા જિલ્લાની કુલ 520 ગ્રામ પંચાયત પૈકી 434 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી ડિસેમ્બર માસમાં આવી રહી છે. જે પહેલા મતદાર યાદીમાં સુધારણા માટે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. મતદાર યાદી સુધારણા કામગીરીમાં દર શનિવારે અને રવિવારે બી.એલ.ઓ જે તે મતદાન મથકો પર રૂબરૂ જઈ રહ્યા છે, જ્યારે અન્ય દિવસોમાં મતદારો જે તે મામલતદાર કચેરી પર પહોંચી નિયત ફોર્મ ભરી મતદાર યાદીમાં ફેરફાર કરવી રહ્યા છે. 1 નવેમ્બર થી શરૂ થયેલ આ કામગીરીમાં 14 નવેમ્બર સુધી 13,062 જુદા જુદા પ્રકારના સુધારા અરજી ચૂંટણી વિભાગને મળી છે.

જે પૈકી 8,380 નવા નામ દાખલ થયા, 2,222 નામ કમી થયા, 2,060 નામમાં સુધારો થયો, જ્યારે 400 લોકો જિલ્લામાંથી સ્થળાંતર કર્યું હોઈ મતદાર યાદીમાંથી નામ અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. મહત્વની વાત છેકે આ પૈકી સૌથી વધુ અરજીઓ કપડવંજ તાલુકામાં 2,964 જ્યારે સૌથી ઓછી અરજી નડિયાદ તાલુકામાં 1,312 મળી છે.

અન્ય સમાચારો પણ છે...