કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં આજે કોરોનાના 106 કેસ નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા 277 પર પહોંચી, કલેકટર કોરોના સંક્રમિત થતા હોમ આઈસોલેટ થયા

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં જ ડબલ કેસોનો નોંધપાત્ર વધારો

ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે વધુ 106 કેસો નોંધાયા છે. એક્ટિવ કેસોમાં મોટેભાગે હોમ આઇસોલેશન હેઠળ સારવાર લેતા ઘેર ઘેર કોરનાએ દસ્તક દીધી તેમ કહી શકાય છે. ખેડા કલેકટર કે.એલ.બચાણીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તે હોમ આઈસોલેટ થયા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ ધરી રહ્યો છે. શુક્રવારે કોરોનાના વધુ 106 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી 92, ઠાસરા પંથકમાંથી 3, ગળતેશ્વર પંથકમાંથી 4, મહેમદાવાદ પંથકમાંથી 3, વસો પંથકમાંથી 2, ખેડા પંથકમાંથી 1 અને મહુધા પંથકમાંથી 1 મળી કુલ 106 કેસોનો વધારો થયો છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 277 પર પહોંચી ચૂકી છે.

જ્યારે આજે વધુ 1866 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં 266 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 4 દર્દીઓ નડિયાદ સિવિલમાં અને 7 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો આજે 199 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 4072 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 215, કપડવંજ તાલુકામાં 897, કઠલાલ તાલુકામાં 466, ખેડા તાલુકામાં 716, મહુધા તાલુકામાં 605, માતર તાલુકામાં 756, મહેમદાવાદ તાલુકામાં 1037, નડિયાદ તાલુકામાં 2201, ઠાસરા તાલુકામાં 418 અને વસો તાલુકામાં 246 મળી આજે કુલ 7,557 લોકોનું રસીકરણ થયુ છે.

પ્રભારી મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
ખેડા જિલ્‍લાના નડિયાદ ખાતે જિલ્‍લા કલેકટર કચેરીમાં જિલ્‍લા પ્રભારીમંત્રી મનીષાબેન વકીલની અધ્‍યક્ષતામાં કોરોનાની પરિસ્‍થિતિ અંગે એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારીમંત્રીએ જણાવ્‍યું કે ખેડા જિલ્‍લામાં હાલ કોરોનાના ગતરોજ સુધી 257 એક્ટિવ કેસ છે. જેમાંથી ફક્ત 06 દર્દી હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બાકીના તમામ દર્દી હોમ ક્વોરન્ટાઈન થયેલ છે. દાખલ દર્દીમાંથી એકપણ દર્દી વેન્‍ટીલેટર ઉપર કે ઓક્સિજન ઉપર નથી. જ્યારે જિલ્‍લામાં હાલ એકપણ દર્દી ઓમિક્રોનનો એક્ટિવ નથી. જિલ્‍લામાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન તથા વેન્‍ટીલેટર બેડ છે. ટેસ્‍ટીંગની સંખ્‍યા પણ વધારવામાં આવી રહી છે. વિદેશથી આવનાર વ્‍યક્તિના આરોગ્‍યની ચકાસણી કરવામાં આવે છે. તેઓએ નડિયાદની સિવિલ હોસ્‍પિટલ તથા એન.ડી.દેસાઇ હોસ્‍પિટલની મુલાકાત લઇ ઓક્સિજનની વ્‍યવસ્‍થાની ચકાસણી કરી હતી. આ મુલાકાત સમયે વિધાનસભાના મુખ્‍યદંડક પંકજ દેસાઇ અને સિવિલ હોસ્‍પિટલના ર્ડા.મનીષ જાડાવાલા તેઓની સાથે રહી ઓક્સીજનની વ્‍યવસ્‍થા તથા કોરોના દર્દીઓ અંગેની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...