તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખેડા જિલ્લામાં જૂગારની મોસમ ખીલી 15 સ્થળે દરોડામાં 100 જુગારી પકડાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ સહિત 10 તાલુકામાં દરોડા દરમિયાન 2.46 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પોલીસે અલગ અલગ નગરોમાં 15થી વધુ જગ્યાએ રેઈડ કરીને 100 જેટલા જુગારીઓને ઝડપી 2,46,358 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લાના 10 તાલુકાઓમાં પોલીસે જુગારિયો પર તવાઇ બોલાવી હતી. ખેડા તાલુકામાં ત્રણસ્થળેથી 19 જુગારિયા ઝડપાયા ખેડા પોલીસે બાવરા સીમમાં, લક્ષ્મી રાઈસમીલના ફળિયામાં અને બહારપુર બામવાડામાં જોગણી માતાના મંદિર પાસે દરોડા પાડી કુલ 19 ઈસમોની અટકાયત કરી રૂ.1.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વસો પોલીસે જુગાર રમતા 14 ઈસમની અટકાયત કરી વસો પોલીસે બાતમી આધારે બામરોલીમાં અને દાવડાના રામનગર ભડિયા વિસ્તારમાં દરોડો પાડી રૂ. 52 હજારના મુદ્દામાલ સાથે 14 ઇસમને પકડ્યા હતા. સેવાલિયામાં જુગાર રમતા 15 ખેલીઓ ઝબ્બે ગતરોજ સેવાલિયા પોલીસે ગળતેશ્વર તાબેના રાજપુરા, રામપુરા અને સોનીપુરામાં રેઈડ કરી હતી. જ્યાં 15 ખેલીઓની અટકાયત કરીને પોલીસે કુલ 8,478 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નડિયાદમાં જુગાર રમતા 13 ઈસમની ધરપકડ ગતરોજ નડિયાદમાં ત્રણ સ્થળે રેડ કરી જુગાર રમતા 13 ઈસમોની અટકાયત કરાઈ હતી. નડિયાદ પશ્ચિમ પોલીસે સિવિલ હૉસ્પિટલ પાસેથી 4 ઈસમોને, રૂરલ પોલીસે સલુણ સંતરામ કોલોની પાસેથી 4 ઈસમોને અને ટાઉન પોલીસે 5 ઈસમોને જુગાર રમતા પકડ્યાં હતા. જેમની પાસેથી પોલીસે કુલ 45,890 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચકલાસી અને માતરમાંથી પણ કુલ11 ઈસમો પકડાયા ચકલાસી પોલીસે બાતમી આધારે જુગાર રમતા 6 ઈસમોને ઝડપીને જેમની 2020 રૂપિયાનો મુદ્દામાલ કર્યો હતો. જ્યારે માતર પોલીસે ઉઢેલા ગામે રેઈડ કરીને ત્યાંથી 5 ઈસમોની અટકાયત કરીને તેમની પાસેથી 10,620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...