કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના 10 કેસ સામે આવ્યા, એક્ટિવ કેસોની સંખ્યા 145 એ પહોંચી

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સમગ્ર જિલ્લામાં 65 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 8,881 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 10 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10,349 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં ઠાસરા 4, ગળતેશ્વર 3, નડિયાદ 2 અને કપડવંજ 1 મળી કુલ 10 કેસનો વધારો થયો છે.

917 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા

આજે સમગ્ર જિલ્લામાં કુલ 917 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 137581 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 1,26,315 લોકોના નેગેટિવ અને 10,349 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 917 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 8,881 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલા રસીકરણમાં 4,129 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં 5,99, 897 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...