તસ્કરી:ખેડામાં 40 ઉપરાંત વાહનોની ચોરી કરનારો વાહનચોર ઝબ્બે, પોણા બે લાખની રોકડ, મોબાઇલ સાથે ઝડપી લેવાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં એસ.ટી.સ્ટેશન પાસેથી ખેડા જિલ્લા સહિત રાજ્ય અને અન્ય રાજ્યોમાં 40 જેટલાં વાહનચોરીમાં નાસતાફરતાં વડોદરાના રીઢા વાહનચોર શખસને ખેડા એલસીબીએ પોણા બે લાખની રોકડ તથા મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.

નડિયાદ શહેરના એસ.ટી.સ્ટેશન નજીક ખેડા એલસીબી ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે હકીકતના આધારે અગાઉ અનેક વાહનચોરીના ગુનાઓમાં ઝડપાયેલો રીઢો વાહનચોર બદરૂદ્દીન ઉર્ફે અનવરહુસેન ઇબ્રાહીમ ઉર્ફે મયુદ્દીન સૈયદ (રહે.એક્તાનગર, આજવારોડ, નુરાની મહોલ્લો, વડોદરા)ને નડિયાદ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે ધીંગી રોકડ રૂ.1,85,000ની રકમ તથા રૂ.500નો એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.પોલીસની પૂછગાછમાં બદરૂદ્દીન ઉર્ફે અનવરહુસેન ઇબ્રાહીમ ઉર્ફે મયુદ્દીન સૈયદએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, કઠલાલ પોલીસમથકના બે વાહનચોરી, અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં વાહનચોરી કર્યાની કબુલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...