તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝગડો:ખેડામાં એક્વટિવા ચાલકે રસ્તાની સાઇડમાં ચાલવાનું કહેતાં બે જૂથ વચ્ચે ઝગડો

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાની વાતમાંથી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
 • પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

ખેડા શહેરમાં વાહન અડી જવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો છે. રસ્તા પરથી પસાર થતાં રાહદારી અને વાહન ચાલક વચ્ચે રસ્તા પર સાઇડમાં ચાલવા કહેતાં તકરાર થઇ અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ બનાવ સંદર્ભે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા હેતલબેન ચૌહાણનો દિકરો શિવમ એક્ટીવા લઈને ગત મોડી રાત્રે નગરના લાલદરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે ચાલીને જઈ રહેલા ઝાકીરહુસેન નસરૂદિન કાજી, સમીર રહીમભાઈ શેખ અને અરબાઝભાઈ ઐયુબભાઈ સૈયદને વાહન અડી જતાં ઝઘડો થયો હતો.

વાહન લઈને પસાર થઈ રહેલા એક્ટીવા ચાલકે ઉપરોક્ત ત્રણેય લોકોને સાઈડમાં ચાલવાનું કહેતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ પુરેપુરો મામલો ખેડા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો