રસીકરણ:ખેડામાં 169 દિવસ માં 39.40 ટકા લોકોએ વેક્સિન લીધી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના વેક્સિન કેન્દ્ર પર મોટીસંખ્યામાં લોકો રસી મુકવા માટે  પહોંચી ગયા છે. - Divya Bhaskar
નડિયાદ શહેરના વેક્સિન કેન્દ્ર પર મોટીસંખ્યામાં લોકો રસી મુકવા માટે પહોંચી ગયા છે.
  • જિલ્લામાં વેક્સિનેશનમાં સંતરામ અર્બન સેન્ટર સૌથી આગળ : પ્રથમ ડોઝ 5.95 જ્યારે બીજો ડોઝ1.83 લાખ લોકોએ લીધો

ખેડા જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધનીય ઘટાડો થયો છે. જેની માટે વેક્સિનેસનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 169 દિસમાં 7.79 લાખ ડોઝ વેક્સિનેસનના આપવામાં આવ્યા છે. આંકડા પર નજર કરતા વેક્સિનેસન ધીમું હોવાનું સ્પષ્ટ થાય છે. ખેડા જિલ્લામાં સૌથી વધુ સંતરામ અર્બન હેલ્થ સેન્ટરમાં 15 હજાર ઉપરાંત રસી આપીને અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારના વેક્સિન કેન્દ્રો પર એક લાખથી વધુ લોકોએ રસી મુકાવી છે.

જિલ્લામાં વેક્સિનેસનના આંકડા પર નજર કરીયે તો અત્યાર સુધી આપવામાં આવેલા કુલ 7,79,541 ડોઝ પૈકી 5,95,973 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 1,83,568 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. જેમાં 4,19,634 પૂરૂષો છે, જ્યારે 3,59,823 મહિલાઓનો સમાવેસ થાય છે. વેક્સિનેસમાં ઉમર પ્રમાણે મેળવેલ ડોઝની વિગત જોતા 18 વર્ષથી વધુ વયના 2,47,365, 455 થી વધુ વયના 2,96,406 અને 60 થી ઉપરના 2,35,779 લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તે પ્રમાણે પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ સરકારમાંથી આવતા ઓછા જથ્થાને કારણે હજુ પણ 10 લાખ કરતા વધુ લોકનું વેક્સિનેસન બાકી છે. જોકે આ બધા વચ્ચે કોરોના કેસોમાં ઝડપી ઘટાડો થઇ રહ્યો છે તે રાહતની બાબત છે.

ખેડા જિલ્લાનું વેક્સિનેસન
ઉંમરકુલ ડોઝપ્રથમ ડોઝબીજો ડોઝ
18 પ્લસ2,47,3561,48,6657,040
45 પ્લસ5,32,1853,90,3891,52,678

​​​​​​​

જિલ્લામાં સૌથી વધુ વેક્સિન આપતા કેન્દ્ર
અર્બન હેલ્થ સેન્ટર/ PHC કેન્દ્રકેટલા લોકોને રસી મળી
સંતરામ યુ.એચ.સી15,045
મિશન યુ.એચ.સી14,968
હરીદાસ હોસ્પિટલ14.962
યોગીનગર પી.એચ.સી13,267
ચકલાસી પી.એચ.સી12,041
એલ.આઇ.સી11,902
સલુણ પી.એચ.સી11,475
કઠલાલ પી.એચ.સી9,486
મોહળેલ પી.એચ.સી9,148
મહેમદાવાદ પી.એચ.સી8,940

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...