તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કઠાણાના મુવાડામાં ઊઘરાણી બાબતે બે ભાઈઓ ઝઘડ્યા

નડિયાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોલીસે બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી

કઠલાલ મુવાડા ખાતે છગનભાઈ શંકરભાઈ પરમાર રહે છે. તેઓ ગામની સીમમાં તળાવકાંઠે હતા. આ સમયે તેમના માતા તખાબેન અને મોટાભાઈ મગનભાઈ શંકરભાઈ ઘરે હાજર હતા. તે દરમિયાન તેમનો ભત્રીજો નીલેશભાઈ ભઈલાભાઈ અને ભઈલાભાઈ શંકરભાઈ બંને મગનભાઈને અગાઉની અદાવત રાખી અપશબ્દ બોલતા હતા. તેમણે અપશબ્દ બોલવાની ના પાડતા બંનેએ મગનભાઈ અને તખાબેનને માર માર્યો હતો. જેથી છગનભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો.

જે દરમિયાન બુમાબુમ થતા લોકો ભેગા થઈ જતા ભઈલાભાઈ અને તેમનો પુત્ર નીલેશ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. બીજી તરફ ભઈલાભાઈ શંકરભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના દીકરા નિલેશ સાથે પોતના ભાઈ મગનભાઈના ઘરે પૈસાની ઉઘરાણી માટે ગયા હતા. જ્યાં તેમના માતા તખાબેન અને પિતા શંકરભાઈ ઘરે હાજર હતા.

ભઈલાભાઈ પોતાના બાકી પડતા પૈસાની માંગણી કરતા મગનભાઈએ ઉશ્કેરાઈને અપશબ્દ બોલી નીલેશ પર હુમલો કર્યો હતો. તેમજ શંકરભાઈને પણ લાકડી મારી હતી. ભઈલાભાઈ પોતાના દિકરા નીલેશને છોડાવવા વચ્ચે પડતા મગનભાઈએ પાવડાથી હુમલો કર્યો હતો. આ બંને ફરિયાદ સંદર્ભે પોલીસે સામ-સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો