તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:કપડવંજમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કોરોના દર્દીઓ માટે ઓક્સિજન કોન્સસ્ટ્રેટર મશીનની ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ કરાઈ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કપડવંજ શાખા દ્વારા ઓક્સિજન કોન્સસ્ટ્રેટરના 10 મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા

કોરોના મહામારીની ત્રીજી લહેર ઘાતક બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ત્યારે સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ ઓક્સિજનની અછત ન વર્તાય તે હેતુથી કામ કરી રહી છે. વિવિધ ધાર્મિક, સ્વૈચ્છિક સંસ્થાઓ આ કાર્યમાં જોડાઇ રહી છે. કપડવંજ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજન આસાનીથી મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કપડવંજ શાખા દ્વારા કોરોના દર્દીઓ માટે ઓક્સિજન કોન્સસ્ટ્રેટર મશીનની ઘર આંગણે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

કપડવંજમાં કોરોનાની ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને ફાયદો થશે

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કપડવંજ શાખાના પ્રમુખ ડોક્ટર હરીશ કુડલીયાના પ્રયાસોથી ફિઝિશિયન એસોસિયેશન ફ્લોરિડા ઓરીજિન ઇન્ડિયા અમેરિકા દ્વારા કપડવંજ પંથકના કોરોનાની ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઓક્સિજન કોન્સસ્ટ્રેટરના 10 મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કપડવંજ તાલુકા શાખાના કાર્યાલય મંત્રી રાહુલ પરમારના જણાવ્યા અનુસાર કેટલીક શરતોને આધીન આ મશીનનો કોરોના દર્દીઓને વપરાશ માટે ડોક્ટરની ભલામણ અનુસાર આપવામાં આવનારા છે. સમગ્ર કપડવંજ પંથકમાં ઘરે જ સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે આ સવલત ખૂબ જ આશિર્વાદરૂપ તેમજ ઉપયોગી સાબિત થનારી છે.

અન્ય સમાચારો પણ છે...