તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:3 માસમાં જ 8 લાખનો મરીડા ભાગોળ રોડ ધુળિયો બની ગયો

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • CMના આગમન ટાણે 8 લાખના ખર્ચે બનાવ્યો હતો

નડિયાદમાં ત્રણ મહિના પહેલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ માટે આવેલા મુખ્યમંત્રીના આગમન ટાણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જતાં મરીડા ભાગોળ રોડ રાતોરાત બનાવવામાં આવ્યો હતો. જોકે, આ રસ્તો ફરી ધુળીયો બની ગયો છે. જેને કારણે પાલિકાએ ખર્ચેલા નાણા વેડફાઇ ગયાં છે. નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણીની લાઇન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ બાદ વ્યવસ્થિત પુરાણ ન થતાં રસ્તો જોખમી બની ગયો હતો. તેમાંય ચોમાસા દરમિયાન અહીં વાહનો ફસાવાના કિસ્સા બનતાં હતાં.

આ અંગે રહિશોએ અનેક રજુઆત કરી છતાં રસ્તો બનતો નહતો. પરંતુ જાન્યુઆરી માસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિવિધ વિકાસ કામ માટે નડિયાદ આવવાના હોવાથી પાલિકાએ રાતોરાત આ રસ્તો બનાવ્યો હતો. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે આ રસ્તો માર્ગ અને મકાન વિભાગમાં આવતો હોવા છતાં પાલિકાએ રૂ.8.47 લાખનો ખર્ચ કર્યો હતો. જે ખર્ચ સામાન્ય સભામાં મંજુર થયો હતો. જોકે, હાલ સ્થળની સ્થિતિ વધુ ગંભીર બની છે. આ રસ્તો ફરી જર્જરિત બની ધુળિયો થઇ જતાં લોકોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો