ફરિયાદ:હલદરવાસના રબારીવાસમાં દિવલા કેમ ચણે છે કહીં માર્યો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાલને ધક્કો મારી તોડી પાડી નુકસાન કર્યું

મહેમદાવાદના હલદરવાસમાં રહેતા હરીશભાઇ રબારીએ તા.17-09-2021 ના રોજ લાલભાઇ ખાંટ પાસેથી જમીન વેચાણ દસ્તાવેજથી રાખી છે. તે જમીન ઘરથાળનો પ્લોટ હરીશભાઇના નામે ચાલે છે. રવિવારના રોજ તેઓ તેમની જમીનમાં કડિયા બોલાવી દિવાલ બનાવી હતી.

તે સમયે ઘર પાડોશી ટીનાભાઇ, ભલાભાઇ, કમલેશભાઇ અને લાલભાઇ ઘર નજીક આવી ગાળો બોલી કહેલ કે ઘરથાળની જમીનનો કોર્ટ કેસ ચાલે છે. તમે દિવાલ કેમ ચણી નાખી છે, જેથી હરીશભાઇએ કહેલ કે દિવાલ અમારી હદમાં બનાવી છે તેમ કહેતા ચારેય ઇસમો ઉશ્કેરાઇ જઇ તાજી બનાવેલ દિવાલને ધક્કો મારી તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી નુકસાન કર્યું હતું. આ અંગે હરીશભાઇએ મહેમદાવાદ પોલીસ મથકે 4 સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...