તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ખેડા જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં અચાનક વધારો, ચાલુ મહિનામાં આગની 14 ઘટનાઓ બની

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારમાં જ 9 બનાવ નોંધાયા

ખેડા જિલ્લામાં આકસ્મિક આગ લાગવાના બનાવોમાં અચાનક વધારો નોંધાયો છે. જિલ્લામાં ચાલુ માસમાં 14 જેટલી ઘટનાઓ જુદા જુદા ફાયર સ્ટેશનોએ નોંધાઈ છે. જેમાં નડિયાદ અને તેની આસપાસ વિસ્તારમાં સૌથી વધારે આગની દુર્ઘટના સર્જાઈ હોવાનું આંકડાકીય માહિતી મળી છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ માસે આગ લાગવાના બનાવો એકાએક વધ્યા છે. માર્ચ માસમાં સમગ્ર જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓની વાત કરવામાં આવે તો નડિયાદ ફાયર સ્ટેશને 9 કોલ આગ બાબતના મળ્યા છે. જે પૈકી નડિયાદ શહેરમાં 5 અને આસપાસ પુરા જિલ્લામાં 4 કોલનો સમાવેશ થાય છે. સાથે સાથે ડાકોર ફાયર બ્રિગેડને 2, કપડવંજ ફાયર બ્રિગેડને 3 થઈ સમગ્ર જિલ્લામાં કુલ 14 આગના બનાવો બનવા પામ્યા છે. આ સિવાઈ ખેડા, મહુધા, મહેમદાવાદમાં પણ આગના બનાવો બન્યા છે.

ઉપરોક્ત આગના બનાવોનો આંકડો અન્ય માસની સરખામણીમાં ઊંચો જાય છે. સામાન્ય રીતે માસમાં એક બે વાર આગની બનતી ઘટનાની રફતાર માર્ચ મહિનો આવતા વધી જાય છે. જે બાબત ઉપર તપાસ થાય તો આ એક પ્રકારનું ષડયંત્ર હોવાનું બહાર આવે તેવુ તજજ્ઞો માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો