તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગમચેતી:કપડવંજમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગતા દર્દીઓ જીવ તાડવે ચોટ્યા, મોકડ્રીલ જણાતા રાહત

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગતા કપડવંજ ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરાઈ હતી
  • લાગેલી આગ બુજવવાની કામગીરી તેમજ રેસ્ક્યુની કામગીરી કરાઈ

કોરોનાના કાળામાં હોસ્પિટલોની અંદર આગ લાગવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોએ શું કરવુ અને ખાસ કરીને તંત્રએ કઈ રીતે સ્થિતિને કાબુમાં લેવી તે બાબતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોકડ્રીલ યોજાઈ રહી છે. જેમાં કપડવંજમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગતા દર્દીઓ જીવ તાડવે ચોટ્યા હતા. તેમજ મોકડ્રીલ જણાતા રાહતનો શ્વાસ લીધો હતો.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી

સોમવારે ખેડા જિલ્લાના કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર (કોવિડ કેર સેન્ટર)માં એક મોકડ્રીલનું આયોજન કરાયું હતું. અહીંયા આગ લાગતા કપડવંજ ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરાઈ હતી. જે બાદ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. જ્યાં લાગેલી આગ બુજવવાની કામગીરી તેમજ રેસ્ક્યુની કામગીરી કરાઈ હતી. અહીંયા હાજર કપડવંજ મામલતદાર, કપડવંજ પીઆઈ, પાલિકાના ચીફ ઓફિસર, ફાયર સેફટી કમિટીના ચેરમેન તથા ફાયર અધિક્ષક તેમજ કેન્દ્ર મેડિકલ ઓફિસર સહિત અધિકારીઓએ અંતે મોકડ્રીલ હોવાનું જણાવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...