અકસ્માત:નડિયાદના ડુમરાલ નજીક નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને લાકડા ભરેલા ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં બે ઘાયલ

નડિયાદએક મહિનો પહેલા
  • બેમાંથી એક વ્યકિતની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું
  • પુરપાટ આવતી આઈસર ટ્રક ટ્રેક્ટરની ટ્રોલીના ભાગે અથડાઈ
  • નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી આરંભી

ખેડા જિલ્લાના નડિયાદ પાસેના હાઈવે પર આઇસર ટ્રક અને લાકડા ભરેલ ટ્રેક્ટર વચ્ચે આજે ગુરૂવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જો કે નડિયાદ પશ્ચિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

નડિયાદ નજીકના પીપલગ ગામથી ડુમરાલ ગામ તરફ જતાં નેશનલ હાઈવે નં. 8 પર આજે ગુરૂવારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં અહીં આગળથી લાકડા ભરેલું ટ્રેક્ટર નં. GJ 06 KP 6725 પસાર થઈ રહ્યું હતું. ત્યારે પાછળથી પુરપાટ આવતી આઈસર ટ્રક નં. GJ 23 AT 3076ના ચાલકે ટ્રક ઉપરોક્ત ટ્રેક્ટરની ટ્રોલીના ભાગે અથડાવ્યું હતું. આથી ટ્રોલી સીધી હાઈવેની રેલીંગ સાથે ભટકાઈ હતી.

આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક તેમજ અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા બંન્નેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે બેમાંથી એક વ્યકિતની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...