તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ડાકોરમાં નજીવી બાબતે બે પરિવારો બાખડયાં, પાંચને ઇજા, 7 વિરુદ્ધ સામસામી ફરિયાદ

નડિયાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ડાકોરના નવાપુરા વિસ્તારમાં રહેતા ચંચળબેન ભીખાભાઈ સોલંકી ઉ 50 ના દિકરા દેવ અને યસ બુધવારે સાંજના સમયે ઘરની બહાર રમતા હતા. ત્યારે કૃણાલ ચૌહાણ અને તેનો ભાઈ રાહુલ રાજેશભાઈ ચૌહાણ બંને દીકરાઓને ખિજવતા હોઈ ચંચળબેન ઘરની બહાર આવી રાજેશ અને રાહુલને ઠપકો આપતાં બંને જણા ઉશ્કેરાઇ ગયા હતા, અને ગાળો બોલવા લાગ્યા હતા. ચંચળબેન એ ગાળો બોલવાની ના પાડતાં નજીકમાંથી લાકડાનો દંડો લઇ આવી કૃણાલ અને રાજેશે તેમના પર હુમલો કરી દીધો હતો.

જે ઘટનામાં છોડવા વચ્ચે પડેલા સુરેશભાઈ અને વિમળાબેનને પણ ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રાજેશભાઈ, રાહુલભાઈ અને કૃણાલ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ રાહુલભાઈ પણ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે બુધવારે રાત્રે તેઓ તેમના ભાઈ સાથે ઘરની બહાર ઉભા હતા અને કુણાલ તેમના મિત્ર ગોપાલભાઈ રાવળ સાથે મસ્તી કરતો હતો. દરમિયાન ચંચળબેન ઘરેથી આવ્યા હતા અને મારા છોકરાઓને કેમ ખીજવી રહ્યા છો? તેમ કહી કૃણાલ અને રાજેશ ને ગાળો બોલવા લાગ્યા હતા.

તેમજ તેઓએ બંને ભાઈઓને ગડદાપાટુનો માર પણ માર્યો હતો. જેનું ઉપરાણું લઇ દીકરો દેવ સોલંકી અને યસ સોલંકી તથા સુરેશભાઇ સોલંકી પણ સ્થળ પર આવી ગયા હતા અને કૃણાલ તેમજ રાહુલને માર માર્યો હતો. જે બાબતે રાહુલે ચાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આમ સમગ્ર ઘટનામા પાંચ લોકોને ઈજા પહોંચી છે. જ્યારે સાત વિરુદ્ધ સામ- સામે ફરિયાદો નોંધાઇ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો