• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In College, A Heretic Youth Posted A Photo Of A Young Woman On Social Media, Threatening To Use A Picture Of The Young Woman To Utter Insults.

દાદાગીરી:કોલેજમાં વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર યુવતીનો ફોટો મુક્યો, યુવતીની તસ્વીરનો ઉપયોગ કરી અપશબ્દો કહી ધમકી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરની એક પ્રતિષ્ઠીત કોલેજના વિદ્યાર્થીઓના સોશિયલ મિડીયા ગ્રુપના ડીપીમાં કોલેજમાં જ અભ્યાસ કરતી હિન્દુ યુવતીના ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ ફોટો કોલેજના જ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિધર્મી યુવકે મુક્યો હતો. જેને કારણે યુવતીના કેટલાક મિત્રોએ વિરોધ કરતાં મામલો ગરમ થયો હતો અને વિધર્મી યુવકે વિરોધ કરનારા મિત્રોને અપશબ્દો સાથેના મેસેજ કર્યાં હતાં.

નડિયાદ શહેરની પ્રતિષ્ઠીત કોલેજમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક સોશિયલ મિડીયા ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, આ ગ્રુપના ડિસ્પ્લે પિક્ચર (ડીપી)માં એડમીન રહેલા વિધર્મી યુવકે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતીનો ફોટો મુકતા વિવાદ સર્જાયો હતો. સોશિયલ મિડીયા ગ્રુપમાં જ રહેલા કેટલાક યુવકે આ ચેષ્ટા બદલ એડમીન વિધર્મી યુવકનો ઉધડો લીધો હતો. જેને કારણે મામલો ગરમ થયો હતો. આ મામલો એટલો ગરમ થઇ ગયો હતો કે, આચાર્યના ધ્યાને આવી હતી. આથી, તેઓએ વાતાવરણ ન ડહોળાય તે માટે તુરંત પોલીસની મદદ માંગી હતી. જોકે, મોડી સાંજ સુધી આ મુદ્દે કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...