તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો પર્દાફાશ:નડિયાદમાં બાળક વેચાણ કૌભાંડમાં નવો વળાંક, માતાને જેલવાસ મળ્યું તો 6 વર્ષની પુત્રીને આશ્રમનો આશરો

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મુખ્યસૂત્રધાર આરોપીના ઘરેથી 6 વર્ષિય બાળકીને કબ્જો મેળવી માતૃછાયા આશ્રમને સોંપી
  • CWCની પ્રક્રિયાના આધારે બાળકીને દેખરેખ અને કાળજી માટે અનાથ આશ્રમમાં સોંપવામાં આવી

ખેડા જિલ્લાના નડિયાદમાંથી ઝડપાયેલ બાળક સોદા બાજી પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. બાળક વેચવા આવેલ માતાની બીજી પુત્રીનો પણ પોલીસે નડિયાદમાંથી ભાળ મેળવી છે. જેને મુખ્યસૂત્રધાર આરોપીના ઘરેથી બાળકીનો કબ્જો મેળવી તેને નડિયાદના અનાથ આશ્રમમાં મૂકવામાં આવી છે. જોકે, આ બાળકીનો પણ સોદો થવાનો હતો કે કેમ જેવા અનેક સવાલો હજૂ પણ આ કેસમાં અકબંધ રહેવા પામ્યા છે.

નડિયાદ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર બાળક વેચાણ રેકેટમાં દિવસને દિવસે અવનવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. જેમાં પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ કેસમાં સામેલ જે બાળકની માતા રાધિકા ગેડામ છે તેની વધુ એક 6 વર્ષિય બાળકી લઈને નડિયાદ આવી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. ડીલીવરીના કારણે તેણીની પોતાની પુત્રીને લઈને આવી હોવાનું જણાવ્યું છે. આ બાળકી મુખ્યસૂત્રધાર આરોપી માયા દાબલાની ઘરે રાખી હોવાનું ઘટસ્ફોટ થયો હતો.

આથી પોલીસે આ 6 વર્ષિય બાળકીનો કબ્જો મેળવી તેને નડિયાદ CWCની સમક્ષ રજૂ કરી હતી. CWCના ચેરમેન ભુપેન્દ્ર પટેલ અને કમીટીના સભ્યોએ આ અંગે તાત્કાલિક નિર્ણય લીધો છે. જે બાદ જરૂરી પ્રક્રિયા પુરી કરાયા બાદ આ બાળકીને નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં કાળજી અને દેખભાળ હેતુસર હાલ પુરતી મૂકવામાં આવી છે. શુ આ બાળકીનો પણ સોદો થવાનો હતો કે શુ? જેવા અનેક સવાલો ચર્ચાના એરણે પહોંચ્યા છે.

પોલીસની કામગીરી બિરદાવવા લાયક રહી

તપાસ અધિકારી એન. જી. ગોસાઈ અને તેમની ટીમની આ કેસમાં જીણવટ સભર અને સચોટ કામગીરી આંખે ઉડીને વળગે છે. આજે જ્યારે જરૂરી કાગળીયા લઈને CWC (ચાઈલ્ડ વેલ્ફેર કમીટી) સમક્ષ રજૂ થવાના હતા ત્યારે તપાસ અધિકારી એન. જી. ગોસાઈ ધારાધોરણ પ્રમાણે સિવિલ ડ્રેસમાં હાજર રહી માત્ર 20થી 25 મીનીટમાં જ સંપૂર્ણ કામગીરીને પૂર્ણ કરી આ 6 વર્ષિય બાળકીને નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ ખાતે મૂકી છે. જે કામગીરી કચેરીમાં હાજર CWCના તમામ લોકોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...