તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધતો કોરોના:ચરોતરમાં 48 કલાકમાં 84 કોરોના પોઝિટીવ, આણંદે 3000નો આંક વટાવી દીધો

નડિયાદ/આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લામાં 35 દર્દીઆે તેમજ ખેડા જિલ્લામાં 49 દર્દીઓ નોધાયા

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. આમ માત્ર 48 કલાકમાં આણંદ -ખેડા સહિત સમગ્ર પંથકમાં 84 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. જેને લઈને કુલ આંક 6931 પર પહોંચી જવા પામ્યો છે. જેમાં આણંદ જિલ્લામાં 35 દર્દીઆે નોધાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં 49 દર્દીઆે નોધાયા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અુસાર જિલ્લામાં સોમવારના રોજ કોરોનાના 16 દર્દીઆે નોધાયા છે. જેમાં આણંદ શહેર સહિત તાલુકામાં 14 કેસ ઉપરાંત પેટલાદ અને તારાપુરમાં 1 -1 કેસ નોધાયા હતાં. જ્યારે મંગળવારે આણંદ જિલ્લામાં વધુ 18 દર્દીઆે નોધાયા હતાં. જેમાં આણંદ શહેર સહિત તાલુકામાં 11 કેસ જ્યારે પેટલાદમાં 5 અને બોરસદ તેમજ આંકલાવમાં 1-1 કેસ પોઝિટીવ નોધાયો છે. આમ બે દિવસ અંતે જિલ્લામાં કુલ પોઝિટીવ દર્દીઆેનો આંક 3051 પર પહોંચી જવા પામ્યો છે. જ્યારે બીજી બાજુ ખેડા જિલ્લામાં સોમવારના રોજ કોરોનાના 25 દર્દી નોધાયાં હતાં.જેમાં ગળતેશ્વરના 7 કેસ,નડિયાદમાં 7, મહેમદાવાદમાં 5,ઠાસરામાં 3,કઠલાલમાં 1,ખેડામાં 1,માતરમાં 1નો સમાવેશ થાય છે. જ્યારે મંગળવારના રોજ વધુ 24 દર્દી નોંધાયાં હતાં.જેમાં નડિયાદના 16,માતરમાં 3, વસોમાં 2,કઠલાલમાં 1, મહેમદાવાદ 1, ઠાસરામાં 1નો સમાવેશ થાય છે.

મહીસાગર જિલ્લામાં વધુ 25 કોરોનાના કેસ પોઝિટિવ
કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. તેમ છતાં મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 3 પુરૂષ, કડાણા તાલુકાની 3 સ્ત્રી, 3 પુરૂષ, ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, 5 પુરૂષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 2 પુરૂષ, સંતરામપુર તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, વિરપુર તાલુકાના 2 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં ં 2356 કેસ પોઝીટીવ નોધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો