આવેદન:ચકલાસીમાં ભૂંડો ખેતરમાં ઘૂસી નુકસાન કરતા હોવાની ખેડૂતોની રાવ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરેશાન ખેડૂતોનું ચીફ ઓફિસરને આવેદન સુપરત કર્યું

નડિયાદ નજીકમાં આવેલ ચકલાસીમાં ભુંડના ત્રાસથી પરેશાન ખેડૂતો દ્વારા નગર પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂત ની ફરિયાદ છેકે મહામહેનતે તેઓ પાક તૈયાર કરે છે, તેમાં રાત્રી દરમિયાન ભુંડ ઘૂસી જાય છે, અને નુકસાન કરે છે. હાલના સમયમાં બટાકા, મેથી, લીલા ધાણાં, ડુંગળી જેવાં પાક તૈયાર થઈ રહ્યા છે. ત્યારે ભૂંડ દ્વારા પાક ખોદીનાખતા ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

દિવસ દરમિયાન આ ભુંડ ચકલાસી ગામમાં ફરતા હોય છે, પરંતુ રાત પડતાની સાથે ખેતરોમાં ઘૂસીજતા હોય ખેડુતોને હવે ખેતરોમાં રાત્રી પહેરો કરવાનો વારો આવ્યો છે. ખેડુતો દ્વારા ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજૂઆત કરી આનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...