તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભટેરા ગામે ખેતરમાંથી ટ્રેક્ટર કાઢવા બાબતે બે ભાઈ બાખડ્યા

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

કઠલાલના ભટેરા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી થતા પોલીસે હુમલો કરનારા પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધી છે.ભટેરા ગામના પાણીયારા ખેતરમાં રહેતા અરવિંદભાઈ કાળાભાઈ બારૈયા પોતાના ખેતરમાંથી બાજરીના પુળા ભરી ઘરે જતા હતા, તે દરમિયાન તેના કાકાનો દિકરો હર્ષદ બારૈયા તેના ઘર આગળ મળ્યો હતો. તેમજ પોતાના ઘર પાસેથી ટ્રેક્ટર લઈને ન નીકળવા માટે જણાવ્યુ હતુ. જેથી અરવિંદ ત્યાંથી પુળા લઈને નીકળ્યો ન હતો.

બાદમાં અરવિંદ પોતાના ઘર પાસે પુળા ખાલી કરતો હતો, હર્ષદ ત્યાં જ હોવાથી અરવિંદે જણાવ્યુ હતુ કે, આજે ટ્રેક્ટર તમારા ઘર આગળથી કાઢવા દીધુ નથી, તો તમે ક્યાં રહીને ટ્રેક્ટર લઈ જશો. તેમ કહેતા હર્ષદ ઉશ્કેરાઈ ગયો હતો અને ડંડાથી અરવિંદ પર હુમલો કરી દીધો હતો. જ્યાં મામલો વધુ ઉગ્ર બનતા બુમાબુમ થતા નજીકમાંથી અરવિંદના પરિવારજનો આવી ગયા હતા અને તેને છોડાવ્યો હતો. તેમજ આ સમયે હર્ષદના પિતા ઐતાભાઈ બારૈયા આવી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અરવિંદે પોતાના કાકા ઐતાભાઈ અને કાકાના દિકરા હર્ષદ સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...