સામાન્ય બાબતમાં દંગલ:નડિયાદના અરોરામાં વાહન અડી જતાં મામલો બિચક્યો, બે જૂથ વચ્ચે સામસામે લાકડી વડે મારામારી, 4 વ્યક્તિઓને ઈજા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ટુ વ્હીકલ વાહનો સામસામે અડી જતાં ઝઘડો થયો
  • સામાન્ય બાબતમાં બન્ને પક્ષોએ એક બીજા પર લાકડી વડે હુમલો કર્યો
  • નડિયાદ ગ્રામ્ય ​​​​​​​પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ

નડિયાદના અરેરામાં બે જ્ઞાતી વચ્ચે સામાન્ય બાબતની તકરારમાં મોટુ સ્વરૂપ ધારણ થતા મામલો બિચક્યો હતો. વાહન અડી જવા બાબતે બે જ્ઞાતીના લોકો આમને સામને આવી જઈ એકબીજા પર લાકડી વડે હુમલો કર્યો હતો. આ મારામારીના બનાવમાં બન્ને પક્ષના થઈને ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ તાલુકાના અરેરા ગામે ગતરોજ રવિવારે બપોર બાદ ગામમાં બે ટુ વ્હીકલ વાહનો સામસામે અડી જતાં ઝઘડો થયો હતો. સામાન્ય બાબતના ઝઘડાએ થોડીવારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે બે જ્ઞાતીના લોકો સામસામે લાકડીઓ લઈ આવી જતાં મામલાએ ગંભીર સ્વરૂપ લીધું હતું. જેમાં બન્ને પક્ષોએ એક બીજા પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેના કારણે બન્ને પક્ષના થઈને કુલ 4 વ્યક્તિઓ ઘાયલ થતાં તેઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી અમૂકને ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઉત્તમ ઉમેશભાઈ પટેલની ફરિયાદમાં મહેન્દ્રસિંહ તખતસિંહ મહીડા, બળવંતસિંહ તખતસિંહ મહિડા, ભરતસિંહ બળવંતસિંહ મહીડા, બળવંત તથા ભરતની પત્ની તથા અન્ય ટોળાના માણસો સામે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મોટરસાયકલને પણ નુકસાન કરતાં ઉત્તમે આ તમામ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત સામાપક્ષે ભરતસિંહ બળવંતસિંહ મહીડાની ફરિયાદમાં 21 વ્યક્તિઓ યોગેશ ઉર્ફે ગુગા રમેશ પટેલ, રમેશ રમણ પટેલ, ઉત્તમ ઉમેશભાઈ પટેલ, ઉમેશ રમણભાઈ પટેલ, પંકજ પરસોત્તમભાઈ પટેલ, અલ્પેશ ડાહ્યાભાઈ પટેલ, કમલેશ ઈશ્વરભાઈ પટેલ, ધર્મેન્દ્ર દિનેશભાઈ પટેલ, જૈમિન પરસોત્તમભાઈ પટેલ, રમેશ કાળીદાસ પટેલ, જૈમિન અલ્પેશભાઈ પટેલ, સંજય રમેશભાઈ પટેલ, વ્રજ જીગ્નેશભાઈ પટેલ, જીગ્નેશ જશભાઈ પટેલ, ભાવેશ રમણભાઈ પટેલ, જગદીશ નરસિંહભાઈ પટેલ, છાયાબેન ઉમેશભાઈ પટેલ, ઉમંગ કલ્પેશભાઈ પટેલ, જોશનાબેન કલ્પેશભાઈ પટેલ, મંજુલાબેન પુનમભાઇ પટેલ અને ઈન્દુબેન ડાહ્યાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...