તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા જિલ્લામાં ઝરમરઃઆણંદમાં અનરાધાર:આણંદમાં સવારે 6થી 10માં સાંબેલાધાર 7 ઈંચ વરસાદ ખાબકતાં શહેરનો 80 ટકા વિસ્તાર જળબંબાકાર

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદથી ચારેકોર પાણી ભરાયા - Divya Bhaskar
આણંદ શહેરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદથી ચારેકોર પાણી ભરાયા

આ વર્ષે જિલ્લામાં મેઘરાજાની વહેલી પધરામણી થઇ. જેના પગલે જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સાડા આઠ ટકા વરસાદ વરસી ચુકયો છે. જોકે આણંદ જિલ્લાની સરખામણીમાં ખેડા જિલ્લામાં ખૂબ ઓછી મેઘમહેર થઇ છે. આજે શુક્રવારે આણંદ શહેર- તાલુકામાં માત્ર ચાર કલાકમાં સાત ઇંચ સહીત કુલ 12 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે ખેડા જિલ્લામાં સામાન્ય ઝાપટાંને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.

ખેડા જિલ્લામાં અત્યાર સુધીના સપ્રમાણ વરસાદથી ખેડૂતોને આગામી દિવસોમાં સારા ચોમાસાની આશા છે. તેમણે વાવણીની પણ શરૂઆત કરીદીધી છે. મોટા ભાગે ચોમાસાની સીઝનમાં ડાંગર પકવતા ખેડુતો વરસાદ વહેલો આવતા પાકને યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહેશે, તેવી આશા સેવી રહ્યા છે.

સૌથી વધુ વરસાદ ખેડા તાલુકામાં અને સૌથી ઓછો ઠાસરામાં
તાલુકાવાર વરસાદની વાત કરીયે તો સૌથી વધુ વરસાદ ખેડામાં 16.96 ટકા, માતરમાં 16.22, વસોમાં 13.20, નડિયાદમાં 11.85, મહેમદાવાદ 10.41, મહુધા 8.28, કપડવંજ 4.81, કઠલાલ 3.38, ગળતેશ્વર 2.47 અને ઠાસરામાં 0.25 ટકા વરસાદ વરસ્યો છે. આમ સમગ્ર જિલ્લામાં વરસેલ વરસાદની કુલ ટકાવારી 8.61 ટકા થાય છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન એકમાત્ર કઠલાલ તાલુકામાં 5 મી.મી. જેટલો નહીંવત વરસાદને બાદ કરતા અન્ય કયાંક મેઘમહેર થઇ ન હતી.

​​​​​​​સીઝનના સરેરાશ વરસાદની વાત કરીએ તો 10 તાલુકામાં 821 મી.મી. જેટલો વરસાદ વરસતો હોય છે. જેની સામે અત્યારસુધીમાં માત્ર 70 મી.મી. એટલે કે 8.61 ટકા પાણી વરસ્યું છે. જોકે, પ્રથમ તબક્કામાં જ આટલો વરસાદ વરસ્યો હોવાથી આગામી દિવસોમાં બાકીની ઘટ પુરી થવાની આશા છે.

બોરસદમાં વરસાદી માહોલ જામ્યો
બોરસદ તાલુકામાં ગુરુવાર રાત્રિથી ધીમી ધારે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હતો.વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.શુક્રવારે સવારે પણ વરસાદ ચાલુ રહેતા આણંદ ચોકડી થી ત્રિકોણીયા કોમ્પ્લેક્સ તરફ વાસદ ચોકડી અને સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

ખંભાતમાં સિઝનનો સરેરાશ 41 મીમી
જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થયા બાદ ખંભાત શહેર સહિત તાલુકમાં સતત ત્રણ પડી રહેલા વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં ઘુંટણ સામા પાણી ભરતાં રાહદારીઓને ભારે પરેશાનાની સામનો કરવો પડ્યો હતો. આમ ખંભાત તાલુકામાં સિઝનનો સરેરાશ 41 મીમી વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...