તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં ટ્રાફિક કર્મીની દાદાગીરી:લારીવાળાને જાહેરમાં ગાળા-ગાળી કરી ડંડાથી ફટકાર્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના એક ટ્રાફિક પોલીસ કર્મીનો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ટ્રાફિક કર્મીએ ટ્રાફિક ચોકી ની બહાર ઉભેલ ફ્રૂટની લારીઓ વાળા ને ડંડાથી ફટકારી રહ્યો છે. ઉપરાંત ખુલ્લેઆમ ગાળો બોલી રહ્યો હોવાનું પણ દેખાઇ રહ્યું છે.

સમગ્ર ઘટના અંગે સ્થળ પર ઉભા રહેતા લારીઓ વાળા સાથે વાત કરતા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જીતેન્દ્રભાઇ નામના પોલીસ કર્મચારી કે જેઓ ટ્રાફિક વિભાગમાં કામ કરે છે તેઓ અવારનવાર આ રીતે લારીઓ વાળા સાથે દાદાગીરી કરે છે. હાથમાં રહેલ લાકડીથી લારીઓ વાળાઓને ફટકારે છે, અને ગંદી ગાળો પણ બોલે છે. જેના કારણે અહીં ઉભા રહી ફ્રૂટનો વ્યવસાય કરતા લારીઓ વાળા કંટાળી ગયા છે. જોકે તળાવમાં રહી મગર જોડે વેર કોણ લે તેમ માની લારીઓ વાળા પણ ઉચ્ચ અધિકારીને ફરીયાદ કરી રહ્યા નથી, જેના કારણે આ ટ્રાફિક કર્મીનો અત્યાચાર વધી ગયો હોવાની ફરિયાદ છે.

અગાઉ પણ પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણનો વિડીયો વાયરલ થયો હતો
નડિયાદમાં પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણનો આ બીજો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક અગાઉ આજ આજ ટ્રાફિક ચોકી ની ઉપર આવેલ સંતરામ નિલયમ કોમ્પલેક્ષનો એક વિડીયો વાયરલ થયો હતો. જ્યાં પોલીસ દ્વારા માસ્કનો દંડ ઉઘરાવવા બાબતે વેપારી સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. માસ્કનો દંડ હોય કે પછી લારીઓ વાળા જોડે શિસ્તનું પાલન કરાવવાનું હોય, નડિયાદ પોલીસના કર્મીઓ દ્વારા સિંઘમ ગીરી કરવાના બનાવો કેમેરામાં કેદ થઇ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રકારનું વર્તન કરતા કર્મચારીઓને શિસ્તના પાઠ ભણાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...