ભાવવધારો:દોઢ માસમાં CNGના ભાવમાં રૂ. 6.33નો વધારો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 સપ્ટેમ્બરે રૂ.54.45 નો સી.એન.જી. 18 ઓક્ટોબરે રૂ. 60.78 પર પહોંચી ગયો

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી વાહન ચાલકો કંટાળ્યા હતા, ત્યાં હવે સીએનજીનો ભાવ વધારો ગ્રાહકોને દેજાડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડિઝલે રૂ.100 ની સપાટી કુદાવી દીધી છે. જેના કારણે લોકો સીએનજીના વપરાશ તરફ વળ્યા હતા. ત્યાં બાકી હતું તે સીએનજીના ભાવમા પણ કમરતોડ વધારો નોંધાયો છે. વિતેલા દોઢ માસ દરમિયાન રૂ.6.33 જેટલો વધારો થતા વાહન ચાલકોએ હવે કઈ તરફ વળવું તે પ્રશ્ન ઉભો થયો છે.

સી.એન.જી.ના ભડકે બળતા ભાવની વાત કરીયે તો તા.1 સપ્ટેમ્બર ના રોજ સી.એન.જી નો ભાવ રૂ.54.45 હતો. સી.એન.જી નો ભાવ રૂ.54.40 અને પેટ્રોલનો ભાવ રૂ.100 ની નજીક હોઈ વાહન ચાલકો સી.એન.જી તરફ આકર્ષાતા હતા. પરંતુ તા.05 ઓક્ટોબરના રોજ સી.એન.જી.ના ભાવમાં સીધા રૂ.3.65 નો ભાવ વધારો ઝીંકાયો જેના કારણે ભાવ વધીને રૂ.58.10 થઈ ગયો. જેમતેમ કરીને ગ્રાહકો આ ભાવ વધારાને સહન કરી રહ્યા હતા.

ત્યા જ ફરી પાછો તા. 15 ઓક્ટોબર માં રોજ ભાવ વધીને રૂ.60.78 થઈ જતા પ્રજા માટે કમરતોડ ભાવ વધારો નોંધાયો છે. એક તરફ પેટ્રોલ, ડિઝલ રૂ.102 સુધી પહોચી ગયા છે, ત્યા બીજી તરફ સી.એન.જી એ પણ દોઢ માસમાં રૂ.6.33 ના ભાવ વધારા સાથે રૂ.60 નો આંક વટાવી દેતા વાહનચાલકો ની હાલત કફોડી બની છે.

આજ રીતે ભાવ વધશે તો સાયકલ લઈને નીકળવું પડશે
મારી પાસે સી.એન.જી કરા છે. પેટ્રોલના ભાવ સતત વધતા અમે સી.એન.જી નો વપરાશ વધાર્યો છે. પરંતુ જે રીતે સી.એન.જી માં ભાવ વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં સાયકલ પર પ્રવાસ કરવો પડશે તેમ લાગી રહ્યું છે.> મીનેશભાઈ, વાહન ચાલક

અન્ય સમાચારો પણ છે...