તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:નડિયાદમાં કપડાની દુકાનમાં રૂ. 3.95 લાખની મત્તાની ચોરી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમાજ દ્વારા જનજાગૃતિ અભિયાન

નડિયાદના મંજીપુરામાં રહેતા પ્રતિકકુમાર પટેલ કમળા ચોકડી ઉપર આવેલા સ્વસ્તિક લેન્ડ માર્ક કોમ્પલેક્ષમાં દુકાન નંબર 17 માં મેન્સવેરની વસ્તુઓનું વેચાણ કરે છે. ગત તા.20 મી માર્ચના રોજ પ્રતિકભાઇ દુકાન વધાવીને ઘરે ગયા હતા. 21 મી માર્ચના સવારે તેઓ દુકાને આવ્યા ત્યારે શટરના તાળા તૂટેલા હતા. જેથી તેઓએ દુકાનમાં તપાસ કરતાં દુકાનમાંથી કપડાંની ચોરી થઇ હતી, જ્યારે બાકીનો સામાન અસ્તવ્યસ્ત હતો. જેથી આ બાબતે પ્રતિકકુમારે તેમના પરિવારજનોને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા.

જોકે, દુકાનમાં માલનો લોગ સાચવતા કર્મચારી સંજયભાઇ નાદુરસ્ત હોવાથી, કેટલા રૂપિયાની મત્તાની ચોરી થઇ છે તે સ્પષ્ટ થયું ન હતું. સંજયભાઇ સ્વસ્થ થતાં જ તસ્કરો રૂ.3,95,350 ના કપડાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો